Friday, May 1, 2026
HomeGeneralસાબરકાંઠા : SOGએ ગાંધીનગરના વોન્ટેડ બુટલેગરને હિંમતનગરથી દબોચ્યો, 4 ગુન્હામાં હતો ફરાર

સાબરકાંઠા : SOGએ ગાંધીનગરના વોન્ટેડ બુટલેગરને હિંમતનગરથી દબોચ્યો, 4 ગુન્હામાં હતો ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લા પોલીસવડા નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જીલ્લા પેરોલ ફર્લો ટીમ વિવિધ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને સતત દબોચી રહી છે. જીલ્લા પેરોલ ફર્લો ટીમે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી ગાંધીનગર જીલ્લાના વોન્ટેડ બુટલેગર ભૂપતસિંહ કાંતીસિંહ સોલંકીને દબોચી લીધો હતો અને હિંમતનગર ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો હિંમતનગર શાંતિથી મહાલી રહેલા બુટલેગર પર પોલીસ ત્રાટકતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા. બે બે જીલ્લાની પોલીસને હાથતાળી આપનાર બુટલેગર ભૂપતસિંહને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.




સાબરકાંઠા એસઓજી ઇન્ચાર્જ પીઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે હિંમતનગર શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ગાંધીનગર જીલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ત્રણ ગુન્હામાં અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ૧ ગુન્હાનો આરોપી અને વોન્ટેડ બુટલેગર ભૂપતસિંહ કાંતીસિંહ સોલંકી (ઠાકોર) બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે ત્રાટકી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular