Sunday, April 19, 2026
HomeGujaratરાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાલુ ટ્રક લૂંટાઈ, ફિલ્મી ઢબે 1 કરોડથી વધારેના સામાનની...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાલુ ટ્રક લૂંટાઈ, ફિલ્મી ઢબે 1 કરોડથી વધારેના સામાનની લૂંટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: રાજકોટ(Rajkot)-અમદાવાદ( Ahmedabad)હાઈવે પર સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાની હદમાં ચાલુ ટ્રકમાંથી ચોરી કરવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહનમાંથી 1 કરોડ કરતા વધારેની રકમના સમાનની ચોરી કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ફિલ્મી ઢબે થયેલી ચોરીનો પર્દાફાશ થયો હતો.

Running truck robbed on Ahmedabad-Rajkot highway
Running truck robbed on Ahmedabad-Rajkot highway

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીથી રાજકોટ તરફ એક આઈસર ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બોડીયા ગામ નજીક બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવ્યા અને પાછળથી દરવાજાનો લોક અને સીલ ખોલી નાખ્યું હતું. બાદમાં આરોપીએ ચાલુ વાહને જ 719 બોક્સની ચોરી કરી હતી. જેમાં ટાટા સ્કાયનો સમાન, હેડફોન, પાવરબેંક, ઓટોમોબાઈલ પાર્ટ્સ, લેપટોપ, 259 નંગ વિવિધ કંપનીના મોબાઈલ ફોન, પ્રિન્ટિંગ રોલ, ઘડિયાળ અને ટેબ્લેટ સહિતનો સામાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચોરી થયેલી તમામ ચીજ-વસ્તુઓની કિંમત રૂપિયા 1 કરોડ 7 લાખ 17 હજાર આંકી છે. લિંબડી પોલીસે આ મામલે ટ્રક ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
Rajkot- Ahmedabad Highway Truck robbery
Rajkot- Ahmedabad Highway Truck robbery

પોલીસે ચોંકાવનારી ચોરીની ઘટનાની તપાસ માટે હાઈવે પર વિવિધ સ્થળો પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કાર્યવાહી આરંભી છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક સવાર ચોર ટોળકીએ વાહનનું તાળું તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં તેમણે ટ્રકની અંદરનો સામાન ચોરી કર્યો અને ટ્રકમાંથી ઉતરી બાઈક પર બેસી નાસી ગયા હતા.

Running truck robbed on Rajkot-Ahmedabad highway
Running truck robbed on Rajkot-Ahmedabad highway

આ ઘટના મામલે ડિવાયએસપી મુંધવાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રીના આશરે દોઢ વાગ્યા આસપાસ લિંબડી નજીક ઘટના બની હતી. જેમાં ચાલુ વાહનમાંથી એક કરોડ કરતા વધારેની ચોરી થઈ હતી. આ ઘટના મામલે ભોગ બનનાર વાહન ચાલકની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને ઝડપી લેવા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમને કામે લગાવી તસ્કરોની શોધખોળ ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular