Wednesday, December 11, 2024
HomeGujaratGandhinagarપત્ની-પુત્રીના હત્યારા SRP જવાનને આજીવન કેદની સજા, સરકારી ક્વાર્ટરમાં કરી હતી હત્યા

પત્ની-પુત્રીના હત્યારા SRP જવાનને આજીવન કેદની સજા, સરકારી ક્વાર્ટરમાં કરી હતી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લી(Aravalli) જિલ્લાના ભિલોડા (Bhiloda)ના વાંકાનેર ગામના મૂળ વતની અને ગાંધીનગર(Gandhinagar) એસઆરપી ખાતે ફરજ બજાવતા અરવિંદ ડામોરને બીજી પત્નીની હત્યા કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં આરોપીએ પ્રથમ પત્નીથી થયેલા પુત્રના લગ્નમાં પ્રેમ લગ્ન કરી બનાવેલી બીજી પત્નીએ આવવાની જીદ કરતા અરવિંદ ડામોરે મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સમગ્ર ઘટના એવી હતી કે, ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા અરવિંદ મરતાભાઈ ડામોરે સામાજિક રીતરિવાજ પ્રમાણે એક લગ્ન કર્યા હતા. બાદમાં તે પત્નીથી તેમને ત્રણ પુત્રની પ્રાપ્તી થઈ હતી. પરંતુ અરવિંદને એક અન્ય યુવતી સાથે પ્રેમ થયો હતો અને બાદમાં તેણી સાથે તેણે પ્રેમ લગ્ન કરી લીધા હતા. તે બીજી પત્ની સાથે ગાંધીનગર સરકારી ક્વાર્ટર ખાતે રહેતો હતો. પ્રેમીકા પત્નીથી અરવિંદને બે પુત્રી જન્મી હતી. અરવિંદના પ્રથમ પત્નીથી જન્મેલા એક પુત્રના લગ્ન વતન વાંકાનેર છાપરા ગામ ખાતે રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં પ્રેમીકા પત્નીએ આવવાની જીદ કરતા અરવિંદને પ્રથમ પત્ની સાથે ઝઘડો થાય તેવો ભય લાગ્યો હતો. જેના કારણે દસ વર્ષ અગાઉ અરવિંદે પ્રેમીકા પત્ની અને 5 વર્ષની પુત્રીની હત્યા સરકારી ક્વાર્ટર ખાતે કરી નાખી હતી. ત્યાર બાદ બંનેની લાશને અન્ય એખ આરોપીની મદદથી ગામડે લાવી એક બેરલમાં ભરી દીધી હતી.

- Advertisement -

આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ભિલોડાના રામનગર ગામના ખેડૂતના કૂવમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. ખેડૂતે કુવામાં તપાસ કરતા એક બેરલમાં મહિલા અને બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. ખેડૂતે આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુન્હો નોંધી લાશની મહામહેનતે ઓળખ કરી હતી. મૃતક મહિલાના હાથ પર રહેલા છુંદણાના આધારે ઓળખ થતા પોલીસ આરોપી એસઆરપી જવાન અરવિંદ સુધી પહોંચ હતી. બાદમાં સમગ્ર મામલાની તપાસ કરતા પોલીસે આરોપી અરવિંદની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દિનેશ પટેલની ધારદાર રજૂઆત બાદ અરવિંદને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular