નવજીવન ન્યૂઝ.શહેરાઃ પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના ખાંટના મુવાડા ગામના વતની ગજેન્દ્રસિંહ ઠાકોર માતૃભૂમિ કાજે દેશસેવા નિષ્ઠાપુર્વક બજાવ્યા બાદ વયનિવૃત થતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું.
શહેરા તાલૂકાના ખાંટના મુવાડા ગામના વતની એવા ગજેન્દ્રસિંહ ઠાકોર ૧૯૯૪ની સાલમા દેશની રક્ષા કાજે સૈનિક તરીકે જોડાયા હતા.અને ૨૮ વર્ષ દેશસેવા આપી હતી. સૂબેદાર થઇને વયનિવૃત થતા તેઓનું ખાંટના મૂવાડા ગામે ઘોડાપર બેસાડીને ફૂલહાર પહેરાવીને ડિજેના તાલે વાજતે ગાજતે સ્વાગત કરવામા આવ્યું હતું. ગજેન્દ્રસિંહ ઠાકોરે કારગીલ વોરમા પણ ફરજ અદા કરી હતી. સાથે આસામ,જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં સેવા આપી હતી. ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ તેમના સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા.
![]() |
![]() |
![]() |











