નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ શેરબજારમાં પોતાની કિસ્મત અજમાવવા માગતા ઘણા ચહેરાઓ છે જે પૈકીનો એક ચહેરો રાકેશ ઝુનઝુનવાલાનો પણ હતો. જોકે શેર બજારની દુનિયામાં પગલા માંડવા પિતાએ રાકેશને એક કાંણો રૂપિયો પણ આપવાની ના પાડી દીધી હતી. તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે જો શેર માર્કેટમાં પૈસા બનાવવા છે તો પહેલા ખુદ કમાઓ, પછી તે ઈન્વેસ્ટ કરો. આ કહાની એક ફિલ્મી પ્લોટ જેવી લાગે છે. કારણ કે હાલમાં જ મૃત્યુ પામેલા રાકેશ ઝુનઝુનવાલા શેરબજારના બિગબુલ તરીકે જાણીતા છે. તમને સવાલ થશે કે પિતા પાસેથી રૂપિયા ન મળ્યા છત્તા કેવી રીતે તેમણે ઈન્વેસ્ટમેન્ટ ઊભું કર્યું અને શેરબજારમાં આટલા દુર સુધી આવ્યા. આ સવાલોના જવાબ આવો જાણીએ.
આવી રીતે લાગ્યો શેરબજારનો ચસ્કો
5 જુલાઈ 1960ના રોજ જન્મેલા રાકેશ ઝુનઝુનવાલાના પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમનો દિકરો અબજોપતિ બનશે. વાસ્તવમાં રાકેશના પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈન્કમ ટેક્સ વિભાગમાં ઓફિસર હતા. તે ઘણીવાર શેરબજારમાં પૈસા રોકતો હતો. તેમને જોઈને રાકેશ પણ શેરબજારમાં રોકાણ કરવા ઉમટી પડ્યો. તેણે રાકેશ ઝુનઝુનવાલાને સ્પષ્ટ કહ્યું કે જો તમારે શેરબજારમાં પૈસા લગાવવા હોય તો પહેલા તમારી જાતે કમાઓ. મિત્ર પાસેથી ઉધાર લેવાની પણ ના પાડી હતી.
રોકાણ માટે કેવી રીતે મળ્યા પૈસા
જ્યારે પિતાએ પૈસા આપવાની અને કોઈ પાસે ઉધાર રૂપિયો લેવાની ના પાડી દીધી તો રાકેશ ઝુનઝુનવાલાને શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાની રકમ ક્યાંથી મળી. તેવામાં રાકેશ પોતાના ભાઈના એક ક્લાઈન્ટ પાસે પહોંચ્યા અને મોટો પ્રોફિટ કમાવી આપવાના દાવા સાથે પાંચ હજાર રૂપિયા ઉધાર માગ્યા. આ જ 5000 રૂપિયા તેમણે 1985માં શેર બજારમાં લગાવ્યા હતા અને સફળતાના શિખર પર ચઢાઈ શરૂ કરી હતી.
પહેલા જ દાવ પર મળી સફળતા કે નિષ્ફળતા?
આપ વિશ્વાસ નહીં કરો કે 1985માં 5000 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટના પહેલા જ દાવમાં રાકેશ ઝુનઝુનવાલાએ સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. ધીમે ધીમે આ રકમ બે લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ, જેનાથી તેમણે ટાટા ગ્રુપની કંપની ટાટા ટીના 5000 શેર 43 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ખરીદ્યા. આ શેર ફક્ત ત્રણ જ મિહનામાં ઘણા ઝડપથી વધી ગયા. ઝુનઝુનવાલાએ 143 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ટાટા ટીના તમામ શેર વેચી દીધા અને આ રકમ ફક્ત ત્રણ જ મહીનામાં ત્રણ ગણી થઈ ગઈ હતી.
ટાટાએ જ ઝુનઝુનવાલાને બનાવ્યા અબજોપતિ
ઝુનઝુનવાલા શેર બજારના બિગ બુલ કેવી રીતે બન્યા? કેટલાક સિલેક્ટેડ શેર પર જ દાવ લગાવીને રાકેશ ઝુનઝુનવાલા ફક્ત ત્રણ વર્ષમાં જ કરોડપતિઓના લિસ્ટમાં શામેલ થઈ ગયા. પરંતુ તેમની કિસ્મત ફરી એક વખત ટાટા ગ્રુપે ચમકાવી. તેમણે વર્ષ 2003માં ટાટા ગ્રુપની કંપની ટાઈટન પર ઈન્વેસ્ટમેન્ટ માટે વિશ્વાસ મુક્યો. તેમમે ત્રણ રૂપિતા પ્રતિ શેરના હિસાબથી ટાઈટનના છ કરોડ શેર ખરીદ્યા. જે થોડા જ સમય પછી 7000 કરોડ રૂપિયા થઈ ગયા. તે વખતે રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ અંદાજે 41 હજાર કરોડની કહેવાતી હતી.
(અહેવાલઃ આભારસઃ અમરઉજાલા)








