Friday, May 1, 2026
HomeGujaratએક ગેંગને પકડવી હતી, રાજકોટની મહિલા કોન્સટેબલએ પોતાના સાથી કોન્સટેબલને પતિ બનાવી...

એક ગેંગને પકડવી હતી, રાજકોટની મહિલા કોન્સટેબલએ પોતાના સાથી કોન્સટેબલને પતિ બનાવી પાર પાડયુ આ ઓપરેશન

- Advertisement -

છેલ્લાં બે દસકમાં ગુજરાત પોલીસને યુવાન અને શિક્ષીત ચહેરાઓ મળ્યા છે. જેના કારણે ગુજરાત પોલીસની કામગીરીમાં ખાસ્સુ પ્રોફેશનાલીઝમ આવ્યુ છે, આવુ જ એક ઓપરેશન રાજકોટ પોલીસના ભાગે આવ્યુ હતું, રાજકોટ પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને જાણકારી મળી કે રાજકોટમાં ગર્ભ પરિક્ષણ કરતી એક ગેંગ કાર્યરત છે, આ ગેંગ માત્ર ગર્ભ પરિક્ષીણ જ નહીં, જો ગર્ભમાં દિકરી હોય તો ગર્ભપાત પણ કરાવી આપે છે., મામલાની ગંભીરતા ધ્યાનમનાં લેતા ઈન્સપેકટર આર વાય રાવલ હરકતમાં આવ્યા અને તેમણે પોતાની ટીમને એલર્ટ કરી હતી, જો કે આ આપરેશન પાર પાડવા એક મહિલાની જરૂર હતી આથી એસઓજીની ટીમમાં રહેલી એક મહિલા કોન્સટેબલ અને અન્ય કોન્સટેબલ પતિ પત્ની છે તેવો ડોળ કરી ગેંગ સુધી પહોંચી ગયા હતા.



આ ઓપરેશન પાર પાડવાની જવાબદારી પીએસઆઈ એમ એસ અંસારીની હતી તેમણે પોતાના સ્ટાફને એકત્રીત કરી જાણકારી આપી કે બાતમીદાર પાસેથી જાણકારી મળી છે કે રાજકોટમાં બે મહિલાઓની ગેંગ ગર્ભ પરિક્ષીણ અને ગર્ભપાતનું ગેરકાયદે કામ કરે છે, જેને પકડવી જરૂરી છે. જેના કારણે પોલીસ કોન્સટેબલ સોના અને કોન્સટેબલ યુવરાજસિંહને પતિ પત્ની તરીકે ગેંગ સામે રજુ કરવાનો વ્યુહ નક્કી કરવામાં આવ્યો હતો, જે માહિતી અને ટેલીફોન નંબર મળ્યા હતા તેની ઉપર કોન્સટેબલ સોના અને યુવરાજે ફોન કરી ગર્ભ પરિક્ષણ કરાવુ છે તેવુ કહેતા પરિક્ષણના 20 હજાર રૂપિયા થશે તેમ જણાવવામાં આવ્યુ હતું જો કે કોન્સટેબલે વધુ વાત કરવાનો પ્રયત્ન કરતા ગેંગની શાતીર મહિલાએ ફોન ઉપર વાત થશે નહીં તેમ જણાવી રૂબરૂ આવવાનું જણાવ્યુ હતું.

રાજકોટ પોલીસ માની રહી હતી કે તેમનો પ્લાન સફળ થયો કારણ પહેલા તબ્બકે ગેંગ સાથે ટેલીફોનીક સંપર્ક થતાં તેઓ પરિક્ષણ કરે છે તે વાતને સમર્થન મળ્યુ હતું, હવે રૂબરૂ મળી ગેંગને ઝડપી લેવાની હતી પરંતુ નિયમ પ્રમાણે આ ઓપરેશન મેડીકલ ઓફિસરની હાજરીમાં થવુ જરૂરી હતું, આથી રાજકોટ કોર્પોરેશનને જાણ કરતા ડૉ લલીત વાઝા આવી ગયા હતા જેઓ પણ આ ઓપરેશનનો હિસ્સો હતા એકાદ કલાક પછી ફરી પોલીસે ગેંગનો સંપર્ક કરતા ગેગની મહિલાએ સુચના આપી કે ફનવલ્ડના મેદાન પાસે આવી ઉભા રહો અમે આવી છીએ આથી સોના અને યુવરાજ ફનવલ્ડના મેદાન પાસે પહોંચી ગયા,. જયારે બાકીની ટીમ આસપાસ ગોઠવાઈ ગઈ હતી, હવે શિકાર હાથ વેંત છે તેવુ પોલીસ માની રહી હતી, પણ ફનવલ્ડ પાસે પતિ પત્ની બની રાહ જોઈ રહેલા કોન્સટેબલ સોના અને યુવરાજ પાસે બે મહિલાઓ આવે છે.



આ મહિલાએ સોનાને સુચના આપી કે તમારી પાસે રહેલો મોબાઈલ ફોન તમારા પતિને આપી દો અને યુવરાજને સુચના આપી કે તમે અહિયા જ ઉભા રહો અને પરિક્ષણ કરાવી અહિયા પાછા આવીએ છીએ, આમ પોલીસના પ્લાન કરતા આ ગેંગ એક ડગલુ આગળ ચાલી રહી હતી. કોન્સટેબલ સોનાને ગેંગની મહિલાઓ લઈ ગઈ છે અને તેની પાસે ફોન પણ નથી તેવી જાણકારી કોન્સટેબલે યુવરાજે પીએસઆઈ અંસારીને જાણ કરતા તેમને ફાળ પડી હતી કારણ હવે કોન્સટેબલ સોના મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી સ્થિતિ હતી અને સોના પાસે મદદ માંગવા માટે ફોન પણ ન્હોતો, આથી બાકીના સ્ટાફને આસપાસના વિસ્તારમાં સર્ચ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -

આ દરમિયાન અચાનક પીએસઆઈ અંસારીના ફોન ઉપર અજાણ્યા નંબરથી ફોન આવે છે, ફોન કરનાર કોન્સટેબલ ,સોના હતી, તેને જાણકારી આપી કે તેણે ગેંગની એક મહિલાને પોતાનું પરિક્ષણ કરતી વખતે રંગે હાથ પકડી લીધી છે અને તે હાલમાં કનૈયાચોકમાં છે. કોન્સટેબલ સોનાનો ફોન આવતા અંસારીએ તરત પોતાના સ્ટાફ અને મેડીકલ ઓફિસર સાથે કનૈયાચોક પહોંચી ગયા હતા જયાં હિમંતપુર્વક કોન્સેબલ સોનાએ સરોજ ડોડીયા નામની મહિલાને પકડી રાખી હતી, મેડીકલ ઓફિસર વાઝાએ રૂમમાં તપાસ કરતા ત્યાંથી ગર્ભ પરિક્ષણ કરવાનું મશીન અને ગર્ભપાતની દવાઓ મળી આવી હતી. એસઓજી દ્વારા સરોજની ધરપકડ કરી જયારે હેતલબા નામની આરોપી ભાગવામાં સફળ રહી હતી, આ આખા ઓપરેશન મહિલા કોન્સટેબલ સોના મુળીયાની કામગીરી અને હિમંતને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ બીરદાવી સન્માન કર્યુ હતું.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular