નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં(Rajkot) હોલિડે પેકેજના નામે 3 લોકો સાથે લખો રૂપિયાની ઠગાઇ થઈ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા 3 પરિવારોને ફરવા માટે મલેશિયા-સિંગાપોર (Malaysia Singapore Tour) જવું હતું, જેના માટે તેમણે સ્માઇલ હોલિડે (smile holidays) નામની એક ટુરિસ્ટ કંપનીનો સંપર્ક કર્યો હતો, જ્યાં ટુરિસ્ટ કંપની દ્વારા તેમણે 20 લાખનું પેકેજ આપવામાં આવ્યું હતું. બાદમાં આ ટુરિસ્ટ કંપની ચલાવતું દંપતી આ ત્રણ પરિવારના 20 લાખ લઈને ફરાર થઈ ગયું હતી. આ અંગે ભોગ બનનારાઓએ મલવિયાનગર પોલીસ સ્ટેશનમાં (Malviya Nagar Police Station) અંગે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી કિરીટભાઈ, પ્રકાશભાઇ અને છગનભાઈ ત્રણેય મિત્રો પોતાના પરિવાર સાથે સિંગાપોર-મલેશિયા જવાના હતા. જે માટે પ્રકાશભાઈએ તેના એક મિત્ર જે અગાઉ ટૂર પેકેજમાં ફરી આવ્યા હતા, તેમની સલાહ લીધી હતી. મિત્રએ સ્માઈલ હોલિડે નામની ટુર કંપની અંગે જણાવ્યુ હતું. મિત્રના જણાવ્યા અનુસાર પ્રકાશભાઈ સહિત ત્રણેય મિત્રો સ્માઈલ હોલિડે નામની ઓફિસમાં ગયા હતા. જ્યાં તેમની દિપક તન્ના અને રિદ્ઘ તન્ના નામના ટુર સંચાલક સાથે મુલાકાત થઈ હતી, જેમા મલેશિયા અને સિંગાપોર અંગે વાતચીત થઈ હતી.
ટુર કંપનીના સંચાલક દંપતીએ ફરિયાદી કિરીટભાઈ સહિત મિત્રોને મલેશિયા સિંગાપોર ફલાઈટમાં જવાનું, હોટેલમાં રોકાણ કરવાનું, લોકલ સાઈટ તેમજ ટેક્સ સહિત અન્ય ખર્ચા સહિત 20 લાખ રૂપિયા પેકેજ જણાવ્યુ હતું. જેમાં તમામ બાબતો અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ ફરિયાદી બેન્ક ટ્રાન્સફર અને રોકડ એમ 20 લાખ રૂપિયા આ દંપતીને ચુકવ્યા હતા.
ફરિયાદીએ 10 તારીખે ટુર સંચાલક દિપક તન્નાને પાસપોર્ટ અને વિઝા માટે ફોન કરતા ફોન સ્વીચ આવ્યો હતો. જે બાદ ફરિયાદી રૂબરૂ ઓફિસમાં જઈ તપાસ કરતા ઓફિસે તાળુ હતું. તે દિવસે 12 વાગ્યે ફરિયાદીને સિંગાપોર-મલેશિયા જવાનું હતું અને પાસપોર્ટ અને વિઝા સહિત અન્ય ડોક્યુમેન્ટસ ટુર સંચાલક પાસે હતા. જેના કારણે તેઓ જઈ શક્યા ન હતા. આ અંગે તેમને છેંતરપિંડીનો અહેસાસ થતા તેમણે ટુર સંચાલક દિપક તન્ના અને રિદ્ઘિ તન્ના વિરુદ્ઘ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796