Saturday, May 23, 2026
HomeGujaratRajkotબનેવીએ સાળીને બૂચ માર્યું! રાજકોટમાં નફાની લાલચમાં સાળી છેતરાઈ ગઇ

બનેવીએ સાળીને બૂચ માર્યું! રાજકોટમાં નફાની લાલચમાં સાળી છેતરાઈ ગઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ઠગાઈના ઘણા કિસ્સા સામે આવે છે, પરંતુ રંગીલા રાજકોટમાં (Rajkot) તો બનેવીએ જ પોતાની સાળી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Cheating) કરી છે. બનેવીએ કૌટુંબિક સાળીને રોકાણ કરાવીને સારું વળતર આપવીશ, તેવી લાલચ આપીને 15 લાખ રૂપિયા લીધા હતા અને લાંબા સમય સુધી પૈસા પરત કર્યા ન હતા. જ્યારે સાળીએ પૈસા માગ્યા તો બનેવીએ પૈસા આપવાની ના પાડી ડિશિ હતી. જેને કારણે હવે કૌટુંબિક સાળીએ રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (rajkot a division police station) ઠગાઇ (Fraud) થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક વિગત મુજબ, રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતા સોનલ બેનના કૌટુંબિક બનેવી અરજણ ડાંગર એક વર્ષ અગાઉ સોનલ બેન પાસે એક સ્કીમ લઇને આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સ્કીમમાં તમે રોકાણ કરશો તો ભવિષ્યમાં સારો એવો નફો મળશે. સોનલ બેન જે-તે સમયે બનેવીની વાતોમાં આવી ગયા હતા અને તેમણે રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. સોનલ બેને બનેવી અરજણ ડાંગરને 15 લાખ રુપિયા રોકડા રોકાણ માટે આપ્યા હતા. જોકે એક વર્ષ વીતી ગયા બાદ સોનલબેનને પૈસા જરૂર હોવાથી તેમણે બનેવી અરજણ ડાંગર પાસેથી પૈસાની માગણી કરી હતી.

- Advertisement -

ત્યારે અરજણ ડાંગરે કહ્યું હતું કે, “અત્યારે મારી પાસે પૈસા નથી, થોડા સમય પછી આપી દઇશ.” ત્યારબાદ થોડો સમય વીત્યા પછી ફરી સોનલબેને પૈસા માગ્યા હતા. ત્યારે અરજણ ડાંગર બહાના કરવા લાગ્યો હતો અને પૈસા આપવાની ના પાડી હતી. જેને લઈ સોનલ બેનને છેંતરપિંડીનો અહેસાસ થતા રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કૌટુંબિક બનેવી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને નોટિસ મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular