Sunday, May 10, 2026
HomeGujaratવધુ એક પેપર કાંડના કારણે પરીક્ષા રદ્દ થઈ, સૌરાષ્ટ્રમાં BCOMનું પેપર લીક...

વધુ એક પેપર કાંડના કારણે પરીક્ષા રદ્દ થઈ, સૌરાષ્ટ્રમાં BCOMનું પેપર લીક કરવા વાળા 6 આરોપીઓ પકડાયા

- Advertisement -

નવજીવન.રાજકોટ: રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.COM સેમ ૩નું પેપર લીક થયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓએ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા ૬ લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આજે કુલપતિ ડો. નીતિન પેથાણીએ મીડિયા સાથેની વાતચીતમાં પેપર લીક થવાના કારણે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ્દ કરી હોવાનું જણાવ્યું હતું અને આગામી ૩ જાન્યુઆરીના દિવસે ફરથી પરીક્ષા લેવામાં આવશે.



ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાના કારણે હવે વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવાની આ ત્રીજી ઘટના બની છે. આગાઉ વર્ષ ૨૦૧૪માં અને ૨૦૧૬માં BCAનું પેપર લીક થયું હતું. ત્યારે ગઈકાલે B.COM સેમ ૩નું અર્થશાસ્ત્રનું પેપર લીક થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. B.COM સેમ ૩માં અંદાજિત ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પેપર લીકના બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSSએ કરેલા આક્ષેપ મુજબ જે વોટ્સએપ ગ્રુપમાં પેપરના ફોટો મૂકવામાં આવ્યા હતા. તે ગ્રુપનું એડમીન કોણ છે અને પેપરનો ફોટો મુકનાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પેપર લીક કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશી, ક્લાર્ક રાહુલ પંચાસરા, પટાવાળા ભીખુભાઇ સેજલિયા, પારસ રાજગોર, દિવ્યેશ ધડુક અને એલિસ ચોવટીયાનો હાથ હતો. તમામ આરોપીઓની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કાંડનો મામલો હજુ શાંત થયો નથી. ત્યાં તો પેપર લીકની બીજી ઘટના આમ આદમી પાર્ટીના નેતાઓ સામે લાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થતાંની સાથે જ પરીક્ષા રદ્દની જાહેરાત કરી દેવામાં આવી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular