Sunday, May 10, 2026
HomeGujaratદિવસે તે પાર્ટી પ્લોટમાં કેટરિંગનું કામ કરતા, રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ પર...

દિવસે તે પાર્ટી પ્લોટમાં કેટરિંગનું કામ કરતા, રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ પર ચરસ વેચતા પણ પોલીસે તેમને આ રીતે પકડ્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): ગુજરાત પોલીસે (Gujarat Police) છેલ્લા લાંબા સમયથી ગુજરાતની બહારથી આવતા અને ગુજરાતમાં વેચાઈ રહેલા ડ્રગ્સ (Drug Case) ને પકડી પાડવાની ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગ રૂપે સરખેજ પોલીસે બે કશ્મીરી યુવકોને એક કિલો ચરસના જથ્થા સાથે અમદાવાદના સિંધુભવન રોડ પરથી ઝડપી પાડ્યા છે. પશ્ચિમ અમદાવાદમાં સિંધુભવન રોડ (SindhuBhavan Road) અમદાવાદના યંગસ્ટર્સ માટે બહુ લલચામણો રોડ છે, આ કાશ્મીરી યુવકોએ તેને કારણે અહીં આવતા શ્રીમંત યુવાનોને નિશાન બનાવ્યા હતા.



અમદાવાદના ઝોન 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુ (DCP PremSukh Delu)ને માહિતી મળી હતી કે, અમદાવાદના યંગસ્ટર્સમાં પ્રિય એવા સિંધુભવન રોડ પર ડ્રગનો વેપાર થાય છે. જે માહિતીના આધારે તેમણે સરખેજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી દેસાઈ અને પીએસ આઈ ડી પી સોલંકીને સર્વેલન્સ રાખવાની સૂચના આપી હતી. સરખેજ પોલીસનો સ્ટાફ સર્વેલન્સમાં હતો ત્યારે બે યુવકોનો વ્યવહાર શંકાસ્પદ લાગ્યો હતો. જેને કારણે પોલીસે તેમને અટકાવી તેમની તલાશી લીધી તો તેમની પાસેથી કાશ્મીરી ચરસનો એક કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે બે લાખ રૂપિયા થવા જાય છે.

કાશ્મીરના કુપવાડાના રહેવાસી ફારુક અહમદ કોશી (ઉં.વ. 22) અને બિલાલ અહેમદ કુશવાલ (ઉં.વ. 23)ની પુછપરછમાં બહાર આવ્યું કે, તેઓ કાશ્મીરથી ચરસ લાવી અમદાવાદના સિંધુભવન રોડ પરના અલગ અલગ રેસ્ટોરાં અને કાફેમાં વેચતા હતા. જોકે ગ્રાહકોને શોધવા તેમણે એક નવી પદ્ધતિ અપનાવી હતી. દિવસ દરમિયાન તેઓ પાર્ટી પ્લોટમાં કેટરિંગનું કામ કરતી એજન્સીમાં કામ કરતા, પાર્ટી પ્લોટના ફંક્શન દરમિયાન તેઓ શ્રીમંત નબીરાઓને ઓળખી કાઢી ડ્રગનો સોદો કરતા હતા અને સાંજ પડે સિંધુભવન રોડ પર વેચાણ કરતા હતા.

- Advertisement -

ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, હજુ તપાસના ઘણા મુદ્દા બાકી છે જેમાં અગાઉ તેઓ કેટલી વખત ડ્રગ્સ સાથે કશ્મીરથી અમદાવાદ આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે. આ બનાવ અંગે કશ્મીરની કુપવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને તેમના કોઈ ગુનાહીત ભૂતકાળ હોય તો તેની પણ તપાસ થઈ રહી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular