નવજીવન ન્યૂઝ. જેતપુર: PGVCLના મેન્ટેનન્સની કામગીરી પર સવાલ પેદા થાય તેવી ઘટના રાજકોટના જેતપુરમાં સામે આવી છે. જેમાં એક વૃધ્ધ મહિલા પર વીજ વાયર તૂટી પડતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં PGVCLની ગંભીર બેદરકારીનો ભોગ એક વૃધ્ધ મહિલા બન્યા છે. આજરોજ સવારના સમયે જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા મહિલા જુબેદાબેન ખોરાણી પર વીજ વાયર પડ્યો હતો. જુબેદાબેન પોતાના ઘરની બહાર નિકળા તે સમજે જ 11 કેવી લાઈનનો વીજ વાયર તૂટી તેમના પર પડ્યો હતો. જેના કારણે કરંટ લાગતા જુબેદાબેન ગંભીર રીતે ઘવાયા હતા અને ઘટના સ્થળે જ તેમના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
ઘટનાની જાણ થતા જ PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વીજ પુરવઠો બંધ કરી વીજ વાયર બદલવાની તાબડતોબ કામગીરી PGVCLએ હાથ ધરી હતી. પરંતુ આ ઘટનાને પગલે PGVCLની મેન્ટેનન્સની કામગીરી ખુબ નબળી હોવાની રાવ સ્થાનિકોમાં જોવા મળી હતી.
(માહિતી: સુરેશ ભાલીયા. જેતપુર)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796