Friday, March 29, 2024
HomeGujaratમહેસાણામાં ભાજપે સંગઠનને વધૂ મજબૂત કરવા નવા ચહેરા કર્યા જાહેર, જાણો કોણ...

મહેસાણામાં ભાજપે સંગઠનને વધૂ મજબૂત કરવા નવા ચહેરા કર્યા જાહેર, જાણો કોણ છે ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: ગુજરાત ભાજપનું (Gujarat BJP) અધ્યક્ષ પદ જ્યારથી સી. આર. પાટિલે ( C R Patil) સંભાળ્યું છે, ત્યારથી તેમણે સંગઠનને વધારે મજબૂત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. સ્થાનિક ધોરણે સ્થાનિક નેતાઓને તેમની લયકાત મુજબ યોગ્ય હોદ્દો મળે અને જે તે વિસ્તારના લોકોમાં ભાજપની(BJP) વિશ્વાસનિયતામાં વધહરો થાય તે દિશામાં સી. આર. પાટિલ કામ કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણામાં (Mehsana) જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે નવા 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિયુક્તિ કરી છે.

મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે, આ જીલ્લામાં કૂલ 10 તાલુકા આવેલા છે. આજે સંગઠનમાં પ્રદેશ સંગઠન મહામત્રી રત્નાકર, ઝોન પ્રભારી અને પ્રદેશ મહામત્રી રજની પટેલ, જીલ્લા પ્રભારી કૌશલ્યા પરમાર, કનુ પટેલ સાથે સંકલન કરી જીલ્લા પ્રમુખ ગીરીષ રાજગોરે જીલ્લા સંગઠનમા ફેરબદલ કરતાં સમ્રગ તાલુકા અને શહેરમાંથી નવા ઉપપ્રમુખ, મહામત્રી, મંત્રી અને કોષાધ્યાક્ષની નીમણૂંક કરી છે.

- Advertisement -

જેમાં જોઈએ તો જીલ્લા ઉપપ્રમુખ તરીકે આઠની નીમણૂક કરવામાં આવી છે, જેમા નેલેષ પટેલ (ઉંઝા) ,ભીખા ચૌધરી(ખેરાલુ),સંજય પટેલ(મહેસાણા), મુકેશ મહેતા( સતલાસણા), ભરત પટેલ (વીજાપુર), જશી મકવાણા(મહેસાણા), ચંદ્રીકા પટેલ (જોટાણા), ભરત પટેલ(કડી)ની જવાબદારી સોંપી છે.

ત્રણ મહામત્રી તરીકે જવાબદારી ડૉ. જે. એફ. ચૌઘરી(મહેસાણા), ભગાજી ઠાકોર(બેચરાજી) અને મહેશ પટેલને(વડનગર) આપ્યો છે. હવે આઠ મંત્રી પૈકી કમલેશ પટેલ (ઉમતા)(વિસનગર), ગીતા પ્રજાપતિ(ખેરાલુ), દેવેન્દ્ર ઠાકોર (મહેસાણા), ચેતના દવે(વિસનગર),લતા ખમાર (કડી), ચંદ્રીકા પટેલ (મહેસાણા), નારાયણ પહાડીયા અને મિત્તલ પટેલ (વિજાપુર) જ્યારે કમલ પટેલને કોષાધ્યાક્ષ તરીકે નીમણુંક કરી છે.

સહઆભાર: તોફિક ઘાંચી

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular