નવજીવન ન્યુઝ. રાજકોટ: રાજકોટમાં બે દિવસ અગાઉ પાટિદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતા ચકચારમચી જવા પામી હતી. જો કે આત્મહત્યા સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં બિલ્ડરો સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ બનાવને 72 કલાકથી વઘુ સમય વીતી જવા છતા આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી.
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પરના અંજની ટાવરમાં રહેતા અને નક્ષત્ર એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા પાટિદાર આગેવાન એડવોકેટ મહેન્દ્ર કેશવભાઇ ફળડદુએ બે દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ આપી હતી. ફરિયાદ પરથી પોલીસે રાજકોટના બિલ્ડર અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ અને અમદાવાદના અતુલ મહેતા, ઓઝોન તસ્કનીના ડાયરેક્ટર જયેશ કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે ‘સીટ’ની પણ રચના કરવામાં આવી હતી. આ બનાવ બાદ રાજકોટની અલગ-અલગ ચાર ટીમે અમદાવાદ આવીને તપાસ શરુ કરી હતી. પંરતુ આરોપીઓના ફોન બંઘ હોવાથી અને ઘરે તાળા મારેનલા હોવાથી પોલીસના હાથે હજુ સુઘી એક પણ આરોપી પકડાયો નથી.
![]() |
![]() |
![]() |











