નવજીવન ન્યૂઝ. અયોધ્યાઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અયોધ્યામાં ડીએમના નિવાસસ્થાનની બહાર બોર્ડનો રંગ બદલવાનો મામલો જોર પકડી રહ્યો છે. ડીએમના નિવાસના બોર્ડનો રંગ બદલવા મામલે પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હવે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
બોર્ડનો રંગ બદલવાની ઘટનાને સરકાર બદલવાની અટકળો સાથે જોડવામાં આવી રહી હોવાનું જોવામાં આવી રહ્યું છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના જુનિયર એન્જિનિયર અજયકુમાર શુક્લાને પ્રશાસને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે આ મામલે જિલ્લા મેજીસ્ટ્રેટ અને જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર કંઈ પણ કહેવા તૈયાર નથી.
આ ઘટના યુપી ચૂંટણી દરમિયાન છઠ્ઠા તબક્કાના મતદાનના દિવસે થઈ હતી. અયોધ્યાના ડીએમ નિવાસસ્થાનનું બોર્ડ ભગવા રંગથી બદલીને લીલા રંગમાં ફેરવાઈ ગયું હતું. યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ જ બોર્ડને ભગવા રંગથી રંગવામાં આવ્યું હતું. આ કિસ્સામાં મીડિયામાં આ વાત બહાર આવ્યા બાદ બાદ જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાનના બોર્ડને લીલાથી કેસરી/લાલ રંગમાં રંગવામાં આવ્યું હતું.
![]() |
![]() |
![]() |











