નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યમાં યુવાનો પ્રેમ સંબંધમાં બંધાયા બાદ મુશ્કેલીમાં પડી જતાં હોય છે. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. યુવતી સાથે પ્રેમ સંબંધ રાખ્યા બાદ બંને વચ્ચે બ્રેક અપ થઈ જતાં પણ યુવકે તેને હેરાન કરવાનું બંધ ન કર્યું આખરે યુવકથી પીછો છોડાવવા યુવતીને પોલીસનો સહારો લેવો પડ્યો હતો.
માહિતી અનુસાર, પોરબંદરની યુવતી રાજકોટમાં રહી નર્સિગનો અભ્યાસ કરે છે. મહામારી દરમિયાન તે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તે દરમિયાન જંગલેશ્વરના મહેશ્વરીનગરમાં રહેતા નબીલ બદરૂદ્દીન જીવાણીના પિતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેથી તેના સંપર્કમાં આવી હતી. બને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થયા બાદ વાતચીત શરૂ થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવતીએ તેના માતા-પિતાને નબીલ સાથે પ્રેમસંબંધ અંગેની જાણ કરી લગ્ન કરવાની વાત કરી હતી. જેથી માતા-પિતાએ નબીલના ઘર અને પરિવાર જોયા બાદ પસંદ આવશે તો લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. યુવતીના વાલી નબીલ અંગે તપાસ કરતાં કોઈ કામ-ધંધો ન કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીના વાલીએ લગ્નની કરવવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતી અને યુવક વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું. ત્યાર બાદ આ યુવતીની અન્ય યુવક સાથે સગાઈ પરિવારના કહ્યા મુજબ કરી લીધી હતી. યુવતી સોશિયલ મીડિયામાં સગાઈના ફોટો રાખ્યા હતા.
યુવતીને સગાઈ અંગે નબીલને જાણ થતાં અલગ-અલગ નંબર પરથી ફોન કરી ધમકાવતો હતો અને મારી જોડે જ લગ્ન કરવા પડશે, તારી સગાઈ તોડી નાખ નહિતર શાંતિથી જીવવા નહીં દઉં તેમ કહેતો હતો. બાદમાં નબીલે તેના મંગેતરનો નંબર મેળવી ફોન કરીને કહેતો કે, મારે યુવતી સાથે પ્રેમ સંબંધ છે, અને બંનેના અગાઉના ફોટો મોકલી સગાઈ તોડવી નાખી હતી. યુવતી જ્યારે કોલેજ જતી ત્યારે તેનો પીછો કરીને લગ્ન તેની સાથે લગ્ન કરી લેવા માટે વારંવાર ધમકી આપતો રહેતો હતો. આખરે યુવતીએ કંટાડીને યુવક વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











