Friday, September 11, 2026
HomeGujaratગોંડલમાં પ્રૌઢે ઢોર સામે લાકડી લઈને ગયા, ઉશ્કેરાયેલા ઢોરએ શિંગડા ભરાવીને હવામાં...

ગોંડલમાં પ્રૌઢે ઢોર સામે લાકડી લઈને ગયા, ઉશ્કેરાયેલા ઢોરએ શિંગડા ભરાવીને હવામાં ફંગોળતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં રખડતા ઢોરને લઈને રોજબરોજ જીવન જોખમમાં મુકાતું હોય છે. ગુજરાત હાઈકોર્ટએ રખડતા ઢોર અંગે તંત્રની ઝાટકણી કાઢતા તંત્ર રાત દિવસ ઢોર પકડવાનું કામ કરી રહી છે. તેમ છતાં પણ આજે રખડતા ઢોરના કારણે એક પ્રૌઢનું મોત નિપજ્યું છે. ઢોરને ભગાડવા માટે પ્રૌઢ લાકડી લઈને જતા આખલાએ અડફેટમાં લીધા હતા.

ગોંડલ પથંકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોના કારણે લોકો ત્રાહીમામ પુકારી ગયા છે, ઉપરાંત ગોંડલના મુખ્ય માર્ગો પર પણ ઢોરનો જમાવડો અનેક વખત જોવા મળતો હોય છે, જેના કારણે સ્થાનિકો તેમજ ઇમર્જન્સી વાહનો અને સબવાહિની સહિતના વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ગોંડલમાં રખડતા ઢોરે એક પ્રૌઢને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ CCTVમાં કેદ થયો હતો.

- Advertisement -

માહિતી અનુસાર, ગોંડલના યુનિવર્સિટી રોડ પાસે આવેલી જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નંબર 1માં રહેતા આશિષ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાને ઢોરએ અડફેટે લેતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સમગ્ર બનાવ અંગે આશિષએ જણાવ્યું હતુ કે, “તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા, આ દરમિયાન મોટી બજારમાં દેવશીબાપાની શેરીમાં ઢોર આવી જતાં દાદાએ ઢોરને હટાવવા માટે પોતાની લાકડી ફટકારતાં ઢોર ઉશ્કેરાયો અને શિંગડા ભરાવીને દાદાને ફંગોળી દીધા હતા. દાદાને ઈજા થતાંતુરંત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular