Wednesday, February 18, 2026
HomeGujaratRajkotએ…ભાગો…ભાગો બસ આવીઃ ગોંડલ બસ સ્ટેશનમાં બસ રેલિંગ તોડી પુછપરછ બારી સુધી...

એ…ભાગો…ભાગો બસ આવીઃ ગોંડલ બસ સ્ટેશનમાં બસ રેલિંગ તોડી પુછપરછ બારી સુધી પહોંચી, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Gondal Bus Accident: ગુજરાતમાં ‘સલામત સવારી એસ. ટી હમારી’ના સ્લોગન સાથે ચાલતી બસો છેલ્લા કેટલાક દિવસોથી અસલામત બની રહી હોય તે પ્રકારે અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક એસ. ટી બસના અકસ્માતનો (ST Bus Accident) બનાવ રાજકોટમાં (Rajkot) સામે આવ્યો છે. ગોંડલમાં બસ સ્ટેશન (Gondal Bus Station)પર આવી રહેલી બસની બ્રેક ફેઈલ થઈ જતાં રેલીંગ તોડીને બસ બસ સ્ટેશનની અંદર ઘુસી આવી હતી. જોકે આ બનાવ બનતા જ બસ સ્ટેશન પર ઊભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો : કલોલમાં બસની રાહ જોતા 5 મુસાફરો પર મોત ફરી વળ્યું, 7 ઈજાગ્રસ્ત

- Advertisement -

રાજકોટના ગોંડલ બસ સ્ટેશન પર આજે રોજની જેમ મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા. હાલમાં બાળકોને વેકેશન હોવાના કારણે બાળકો પણ પરિવાર સાથે બસ સ્ટેશન પર ઊભા રહીને બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેશનમાંથી જાહેરાત કરવામાં આવી ઉપલેટાથી રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નંબર 8 પર ઊભી રહેશે. જેથી રાજકોટ જનારા મુસાફરો 8 નંબરના પ્લેટફોર્મ નજીક આવીને ઊભા રહી ગયા હતા.

આ દરમિયાન GJ18 Z 6168 નંબરની એક એસ. ટી. બસ આવી. જોકે આ બસ બસ સ્ટેશન પર ઊભા રેવાના બદલે સીધી બસ સ્ટેશનની રેલિંગ તોડીને પૂછપરછ ઓફિસ સુધી આવી ગઈ. બસનો અકસ્માત થતાં જ બસ સ્ટેશન પર ઊભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 12 વર્ષીય બાળક ખુશાલ સાદિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.

- Advertisement -

હાલ આ બનાવના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, બસ ઊભી રહેવાના બદલે સીધી બસ સ્ટેશનમાં ઘુસી જાય છે. સમગ્ર અકસ્માત મામલે એસ. ટી. બસ ચાલક અતુલ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા 22 વર્ષીથી એસ. ટી. વિભાગમાં નોકરી કરીને ડ્રાઈવિંગ કરી રહ્યા છે, આ અકસ્માત બ્રેક ન લાગવાના કારણે સર્જાયો હતો. આ અકસ્માતના મામલે ડેપો મેનેજર અને પોલીસે તપાસ શરૂ કરી છે.

TAG: Gondal Bus Accident Video, Gondal Latest News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular