નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ Kalol Ambika Highway Accident: મહેસાણાના કલોલમાં આજે વહેલી સવારે બે બસ વચ્ચે અકસ્માત (Kalol Bus Accident)સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. કલોલના અંબિકાનગર બસ સ્ટેન્ડ (Ambika Bus Stand Kalol) પાસે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એસ.ટી. બસના પૈડા તેમની પર ફરી વળતા મુસાફરોના મોત નિપજ્યાં છે. આ અકસ્માત એસ.ટી. બસ અને એક ખાનગી લકઝરી વચ્ચે થયો હતો.
મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં હાઈવે પર અંબિકા બસ સ્ટેન્ડ આવેલું છે. જ્યાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ મોટી સંખ્યામાં અપ-ડાઉન કરતા હોય છે. આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ અંબિકા બસ સ્ટેન્ડ પાસે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેન્ડ પર એક વાદળી રંગની GJ -18-Z -8881 નંબરની એસ.ટી. બસ આવી હતી. બસની આગળના ભાગે મુસાફરો ઊભા હતા જે અન્ય બસની રાહ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન એસ.ટી. બસની પાછળથી એક ખાનગી શ્યામબાબા નામની AK -01Q -7291 નંબરની લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે એસ.ટી. બસ આગળ ઊભેલા મુસાફરો પર ધસી આવી હતી અને મુસાફરો એસ.ટી. બસની અડફેટ આવી ગયા હતા. મુસાફરો પર બસના ટાયર ફરી વળતા ચાર મહિલાઓ સહિત પાંચ મુસાફરના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતનો બનાવ બનતા સ્થાનિક લોકો મદદ મોટે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી.
તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાઈવે પર અકસ્મતા થતાં ટ્રાફિક જામના દૃષ્ય સર્જાયા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં ઈસંડ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દિલીપસિંહબ વિહોલ, કલોલના શારદાબેન જાગરીયા, પિયજ ગામના બળવંતજી ઠાકોર, કલોલના પાર્થ પટેલના મોત થયા છે.
TAG: Kalol News, Kalol Accident, Kalol Bus Accident, Ambika Bus Accident
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








