નવજીવન.નર્મદાઃ નર્મદામાં નાંદોદ તાલુકામાં ડી.આર.ડી.એ. શાખાનો કોમ્પ્યુટર ઓપરેટર 10 રુપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. ગરીબોના પૈસા ચાઉં કરતા લાંચિયા બાબુ સામે એસીબીએ કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.રાઠવા નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ડીકોય કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એ.સી.બી. ટીમ નર્મદા- રાજપીપળાને એવી આધારભૂત માહિતી મળી હતી કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના માટે રૂ।. ૧૦ થી રૂ।. ૧૦૦/- સુધીની લાંચની રકમ લેવામાં આવે છે. જો લાંચની રકમ ન આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે.
જે હકીકતની ખરાઈ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડીકોયરનો સંપર્ક કરી તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપળા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડીકોઈ દરમિયાન આરોપી પ્રવિણકુમાર શનાભાઈ તલાર કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) ડી.આર.ડી.એ. શાખા નાઓ ડીકોયર સાથે વાતચીત કરી બી.પી.એલ દાખલો કાઢી આપી માટે લાંચની રકમ રૂ।.૧૦/- ની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












