Friday, July 17, 2026
HomeGujaratAhmedabadલોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS 194 કરોડના ડ્રગ મામલે કરશે...

લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ગુજરાત ATS 194 કરોડના ડ્રગ મામલે કરશે તપાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 15 સપ્ટેમ્બર 2022ના રોજ કચ્છના જખૌના (Jakhau Kutch) દરિયામાંથી એ.ટી.એસ. દ્વારા 38 કિલો 994 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનથી ભારતની દરિયાઈ સીમામાં ડ્ર્ગની ડિલેવરી (Drug Smuggling) દેવા માટે આવેલા પાકિસ્તાની અને નાઈઝીરીયન શખ્સો સહિત 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની તપાસમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈનું (Lawrence Bishnoi) નામ સામે આવતા ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) તિહાડ જેલમાં બંધ લોરેન્સને ટ્રાન્સફર વૉરંટના આધારે ગુજરાત લાવી છે. ત્યારે આજરોજ ગુજરાત એ.ટી.એસ. દ્વારા કચ્છની નલીયા કોર્ટ સમક્ષ લોરેન્સને રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મળતી વિગતો અનુસાર ગત વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાત એ.ટી.એસ. દ્વારા કચ્છના જખૌના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના બલુચીસ્તાનથી ભારતમાં ડ્રગનો જથ્થો આપવા આવેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ દિલ્હી મૂળના બે ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તપાસમાં નાઈઝીરીયાના નાગરિકી ચીફ ઓબોન્નાનું તેમજ મેરાજ રહેમાનું નામ ખુલતા તેની પણ પંજાબની અમૃતસર અને કપુરથલા જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરી તપાસ કરવામાં આવી હતી. આ આરોપીઓ દ્વારા પાકિસ્તાનથી ડ્રગનો જથ્થો તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા પાકિસ્તાનથી મંગાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમ ગુજરાત એ.ટી.એસ. દ્વારા લોરેન્સ બિશ્નોઈની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. એ.ટી.એસ. દ્વારા દિલ્હીની એન.આઈ.એ. કોર્ટમાં અરજી કરી લોરેન્સ બિશ્નોઈનો કબ્જો મેળવી આજરોજ તેને કચ્છની નલીયા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

કોર્ટ સમક્ષ રજૂ કરી એ.ટી.એસ. દ્વારા લોરેન્સના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. પોલીસે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી લોરેન્સ બિશ્નોઈને પાકિસ્તાનથી ડ્રગનો જથ્થો કોને મોકલાવ્યો હતો, તેમજ હેરોઈનના ઝડપાયેલા જથ્થાની ડિલિવરી લેવા માટે ગુજરાતના સમુદ્રમાં કોણ જવાનું હતું તેમજ આ જથ્થો લઈ કોને પહોંચાડવાનો હતો તેની તપાસ માટે રિમાન્ડ ખુબ જરૂરી છે. સાથે જ પોલીસે દલીલ કરી હતી કે, આરોપી લોરેન્સ પંજાબની જેલમાં બંધ હતો છતાં પણ અન્ય ગુનામાં સંડોવાયેલા ચીફ ઓબોના અને મેરાજના સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો? ગુનામાં વપરાયેલા સિમકાર્ડ અને મોબાઈલ ફોન હાલ ક્યાં છે? તેમજ પાકિસ્તાથી કે બીજા કોઈ દેશમાંથઈ સમુદ્ર માર્ગે તેણે ડ્રગનો જથ્થો મંગાવી કોઈને ડિલિવર કર્યો છે કે કેમ તેની પણ વિગતો આરોપી પાસેથી મેળવવાની છે. ઉપરાંત ગુજરાત એ.ટી.એસ.એ લોરેન્સના આતંકી સંગઠન સાથે સબંધોની સંભાવના વ્યક્ત કરી તેના આતંકી સંગઠન મામલે પણ તપાસ કરવા આરોપીના રિમાન્ડ જરૂરી હોય તેમ કોર્ટ સમક્ષ દલીલમાં જણાવ્યું હતું.

નલીયા કોર્ટે ગુજરાત એ.ટી.એસ.ની દલીલોને ગ્રાહ્ય રાખતા લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. આમ હવે લોરેન્સ બિશ્નોઈની તપાસ કરી ગુજરાત એ.ટી.એસ. ડ્રગ અને પાકિસ્તાન કનેક્શન મામલે આવનારા દિવસોમાં મોટા ખુલાસા કરે તેવી સંભાવના જણાય છે.

મહત્વની વાત છે કે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ‘અલ તયાસા’માંથી છ મહિના પહેલા રૂપિયા 194 કરોડ 97 લાખનો હેરોઈન ડ્રગનો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો પાકિસ્તાનથી અબ્દુલા નામના શખ્સે મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. સાથે જ ખુલ્યું હતું કે આ જથ્થો લોરેન્સ બિશ્નોઈ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આરોપી લોરેન્સ પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા સહિતના રાજ્યોમાં હત્યા, ખંડણી અને ધાક ધમકી સહિતના 90 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. તાજેતરમાં જ સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યાની ધમકી આપ્યા હોવાનુ પણ સામે આવ્યું હતું. ત્યારે હવે ગુજરાત એ.ટી.એસ. લોરેન્સના પાકિસ્તાની કનેક્શન મામલે તપાસ કરે તો મોટા ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવના છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular