Friday, April 17, 2026
HomeGeneralગુજરાત સરકારને ખેડૂતોનું 4 દિવસનું અલ્ટિમેટમઃ વીજળી ન અપાઈ તો તાળાબંધી-ઉગ્ર આંદોલન

ગુજરાત સરકારને ખેડૂતોનું 4 દિવસનું અલ્ટિમેટમઃ વીજળી ન અપાઈ તો તાળાબંધી-ઉગ્ર આંદોલન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાત વીજ સંકટની કગાર પર આવ્યાની ચર્ચાઓ છે ત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોના ખેડૂતો વીજળી અને પાણી જેવી જરૂરી માગણીઓ માટે સરકાર સમક્ષ ઉગ્રતા દર્શાવતા રહ્યા છે. જોકે આઝાદીના વર્ષો સુધી ખેડૂતો ઘણા પ્રશ્નોને લઈને સરકાર સામે સતત આવ્યા કર્યા છે પરંતુ તેમનું જીવન એક સીધી રેખા સાથે ચાલી શકે તેવું બનાવવામાં ક્યાંકને ક્યાંક તમામ સરકારોએ માત્ર પાપા પગલી જ ભરી છે. રાજકોટા ધોરાજી સિંચાઈ માટે વીજળીની માગને લઈ ખેડૂતો આક્રમક બન્યા છે. કૃષિમંત્રીને આ ખેડૂતોએ પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને પોતાના ખેતરમાં બેસીને પત્ર લખ્યા છે. વીજળી નહીં મળે તો પીજીવીસીએલની તાળાબંધી કરવાની ચીમકી પણ તેમણે આપી છે.



ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ખેડૂતો ગાંધીનગરમાં આંદોલનના માર્ગે ચઢ્યા હતા, બીજી બાજુ બનાસકાં્ામાં પણ પૂરતી વીજળીની માગણી સાથે ખેડૂતોએ ધરણાં કર્યા છે. હજુ તો ઉનાળો સરખો શરૂ પણ થયો નથી ત્યાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. વાવના ચોથાનેસડા ગામમાં પણ પાણીને લઈને લોકોની તકલીફો વધી જતા તેઓ નારાજ છે. સ્થાનિકોએ પીવાના પાણીને લઈને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી, પણ તેમની તકલીફો હજુ દૂર થઈ નથી, અહીં મહિલાઓને પાણી માટે દુર દુર સુધી ભટકવું પડે છે.



વાવના આ ખેડૂતોમાં હવે રોષ ભભૂક્યો છે. સમયસર પાણી મળતું નથી, તેવા ઘણા પ્રશ્નોને કારણે તેમણે હવે આગામી બે દિવસોમાં ગામમાં પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ પાણી મુદ્દે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. ચાર દિવસથી જુનાગઢના ખેડૂતો 4 દિવસથી બંધ વીજળીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ચાર દિવસથી પીયતનું પાણી ન મળતા તમે વિચારી શકો છો કે તેમના ખેતરની શું હાલત થઈ અથવા થઈ શકે તેમ છે. તેમણે પીજીવીસીએલના ઈજનેરને નોટિસ આપી તાત્કાલિક 25000/એકર ચુકવવાની માગ કરી છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular