નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મોટા માર્ગ અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એક બેકાબૂ ટ્રકની ટ્રેક્ટર ટ્રોલી સાથે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 25 સ્ત્રી-પુરુષો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટના જિલ્લાના સુમેરપુર પાલડી પોલીસ સ્ટેશનની વચ્ચે નેશનલ હાઈવે પર બની હતી. આ અકસ્માત મૃત્યુઆંક વધી શકે છે.
મળતી માહિતી અનુસાર, શુક્રવાર રાત્રે ગુજરાતથી રામદેવપીરના દર્શન કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં 30થી વધારે યાત્રીકો જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના પાલીના સુમેરપુરના પાલડી રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં પાચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેલ લોકો ઘાયલ થતા છે. યાત્રાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને એક બેકાબૂ ટ્રકે ટક્કર મારી છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. ઈજાગ્રસ્તને સુમેરપુર અને શિવગંજ અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામ યાત્રિકો બનાસકાંઠાના દાંતાના કુકડી ગામના રહેવાસી હતા. જેઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા.
પાલીના જિલ્લા કલેક્ટર નમિત મહેતા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગગનદીપ સિંગલાએ અકસ્માતોને રોકવા માટે વિવિધ વાહનોની સ્પીડ નક્કી કરી હતી. પરંતુ સ્પીડ સેટની સૂચનાઓનું પાલન કરવા અને તપાસવા માટે કદાચ કોઈ જવાબદાર ન હતું અને આ અકસ્માત થયો. વડા પ્રધાન કાર્યાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાને કહ્યું, “રાજસ્થાનના પાલીમાં થયેલો અકસ્માત હૃદયને હચમચાવી દેનારો છે. મારા વિચારો શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”








