જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે પર એક ભંયકર અકસ્માત સર્જાયો છે. રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહેલા અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 16 જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.

નેશનલ હાઈવે-125 પર સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે થયો હતો. ગુજરાત પાસિંગની ની ‘એકતા ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના સાંજે 4:30 કલાકની આસપાસ શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનની હદમાં અરના ધોધ પાસે બની હતી.

અરવલ્લી જિલ્લામાં શોકનું મોજું
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ તમામ શ્રદ્ધાળુઓ રામદેવરા (જેસલમેર) ખાતે દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 20 લોકો સવાર હતા.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 16 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








