Friday, May 1, 2026
HomeGeneralરાજકોટઃ ફસાયેલી એમ્બ્યૂલન્સને જોઈ ટ્રાફીક જવાનોએ કરી મદદ, વહેતા પાણીમાં ધક્કોમારી વાહન...

રાજકોટઃ ફસાયેલી એમ્બ્યૂલન્સને જોઈ ટ્રાફીક જવાનોએ કરી મદદ, વહેતા પાણીમાં ધક્કોમારી વાહન બહાર કઢાવ્યું

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં હાલ જળ બમ્બાકાર જેવી પરિસ્થિતિને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે.હાલ રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે.અનેક વિસ્તારોમાં પાણી ભરાવવવાને કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ ચુકી છે.અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે.ખાસ કરીને રાજકોટના માધાપર ચોક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એક એમ્બ્યુલન્સને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના ટ્રાફિકથી ધમધમતા એવા માધાપર ચોક વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એમ્યુલન્સના ટાયરો ડૂબી જાય અને આગળનું વુડ પણ પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થતિ સર્જાઈ હતી જેને લઈને એમ્બ્યુલન્સ બંધ પડવાની સમસ્યા સર્જાઈ હતી.જેથી એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ જવાને કારણે આસપાસના લોકો અને સ્થાનિક ટ્રાફિકના જવાનો દોડી આવ્યા હતા અને એમ્બયુલન્સને પાણીમાથી બહાર કાઢવામાં આવી હતી.

- Advertisement -



સ્થાનીય ટ્રાફિકના જવાનોએ એમ્બ્યુલન્સ અટવાતા તેને ધક્કો મારવામાં આવ્યો હતો અને પાણીના ધસમસતા પ્રવાહ માંથી બહાર કાઢવામાં આવી હતી. આ એમ્બ્યલન્સ માટે ટ્રાફિક બ્રિગેડના જવાનો દેવદૂત બન્યા હતા અને મદદે આવ્યા હતા અને પાણીના પ્રવાહમાંથી એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular