Friday, March 29, 2024
HomeGujaratકચ્છઃ દુબઈથી કપડા પાછળ સંતાડેલું 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છઃ દુબઈથી કપડા પાછળ સંતાડેલું 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કચ્છ મુન્દ્રા ખાતેથી ગુજરાત એટીએસ (એન્ટી ટેરર સ્ક્વોડ) દ્વારા વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેનો મતલબ કે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઉતરી તો રહ્યું છે સાથે પકડાઈ પણ રહ્યું છે. ગુજરાત પોલીસે કરેલી આ કાર્યવાહીમાં 70 કિલો હેરોઈન પકડાયું છે જેની માર્કેટ વેલ્યૂ અંદાજે 350 કરોડ રૂપિયાને આંબી જાય તેમ છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી. એટીએસને બાતમી હતી કે દુબઈના જેબલ અલી પોર્ટથી આવતા કન્ટેનરમાં કરોડો રૂપિયાનું હેરોઈન સપ્લાય થવાનું છે. એટીએસએ પોતાની બાતમીને આધારે વોચ ગોઠવી અને જ્યારે આ કન્ટેનર સામે આવ્યું ત્યારે તેમાં તપાસ કરતાં કપડાની આડસ પાછળ છુપાવવામાં આવેલું ડ્રગ્સ પોલીસને હાથે લાગ્યું હતું.

- Advertisement -



પોલીસે માપણી કરતાં કુલ 70 કિલો હેરોઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. કાળા બજારમાં આટલા જથ્થાના ડ્રગ્સની કિંમત 350 કરોડ કરતાં વધુની થવા જાય છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાં ઘણા સ્થાનો પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. અહીં સુધી કે મુન્દ્રા ખાતેથી જ 21000 કરોડનો જથ્થો પણ ઝડપવામાં આવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular