નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Rahul Gandhi News: રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા કરવામાં આવેલી ‘મોદી’ અટક પરની ટિપ્પણીના (Modi Surname Row) માનહાનિ કેસનો (defamation case) ચુકાદો આવ્યા બાદ રાહુલ ગાંધીને સાંસદ સભ્યના પદ પરથી હટાવી (Rahul Gandhi’s disqualification) દેવામાં આવ્યા છે. ત્યારથી જ સમગ્ર દેશમાં કોંગ્રેસ (Congress) દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે દેશભરમાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કાળા (Black) કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓ કાર્યકરો દ્વારા સંસદથી લઇ સડક સુધી સરકાર સામે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં દોષિત ઠેરાવી 2 વર્ષની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, ત્યાર બાદ શુક્રવારના દિવસે એક નોટિસફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું. જેને લઇ ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રસ દ્રારા અદાણીના બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે બાદ વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ સમ્રગ દેશમાં સંસદમાં કે વિધાનસભામાં અને રસ્તાઓ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કાળા કપડા પહેરી વિરોધ કરી રહ્યા છે.
આજે ગુજરાત વિધાનસભાની બહાર સરકાર ઉપર પ્રહાર કરતાં કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, “જેમ ગાંધીજી અંગ્રેજો સામે લડતા હતા, તેવી રીતે આઝાદ ભારતમાં રાહુલ ગાંધીએ 130 કરોડ ભારતવાસીઓનો આવાજ બનાવાનું કામ કર્યું છે. તેઓ દેશના બેરોજગાર યુવાનોની રોજગારની વાત કરે છે, ખેડૂતોના કાયદા નાબુદ કરવાની વાત કરે છે, વેપારીઓના આર્થિક હિતની વાત કરે છે અને ચીન જે પ્રકારે ભારતમાં અતિક્રમણ કરી રહ્યું છે તેની વાત મામલે સરકાર ચૂપ કેમ છે તે બાબતે સવાલ કરતા સરકારની પેટમાં તેલ રેડાય છે.”
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીના પોતાના મિત્રોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, મિત્રતાને નાતે એમને વિદેશમાં પોતાની સાથે લઇ જાય છે, તેમના મનગમતા વ્યક્તિઓને કોન્ટ્રકટ અપાય છે. આખ દેશના એરપોર્ટ હોય કે પોર્ટ હોય અમુક ચોક્કસ વ્યક્તિઓને જ આપવામાં આવે છે અને મિત્રતા નિભાવવા દેશની સંપતિ લૂંટવામાં આવી રહી છે.”
TAG: Rahul Gandhi’s disqualification, Rahul Gandhi’s defamation case, Modi Surname Row, Congress Protest
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








