નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 13 ડિસેમ્બરે સંસદભવનમાં બે યુવકો ઘૂસી ગયા હતા. દર્શક ગેલેરીમાંથી દર્શક રૂમમાંથી પ્રવેશેલા યુવકે ગેસ બોમ્બ દ્વારા સંસદ રૂમમાં ધુમાડો ફેલાવ્યો હતો. આમ તો આ ઘટના સંસદની સુરક્ષામાં થયેલી ચૂકનું (Parliament Security Breach) પરિણામ કહી શકાય. પણ જે યુવકો સંસદમાં પ્રવેશ્યા તેમણે સત્તા પક્ષ સામે અસંતોષ હતો. સંસદમાં ધૂસેલા યુવકો સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. સંસદમાં સુરક્ષામાં થયેલી ચૂક મામલે વિપક્ષી સાંસદોએ સંસદમાં હોબાળો મચાવ્યો હતો. જેના કારણે અત્યાર સુધી 143 જેટલા વિપક્ષી સાંસદોને શિયાળી સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઈ આજે નવી દિલ્હી ખાતે આવેલા જંતર મંતર મેદાનમાં વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદમાં થયેલા ગેસ એટેક મામલે હોબાળો મચાવવા બદલ લોકસભા અને રાજ્યસભાના 143 જેટલા સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડેડ સાંસદોએ ગૃહ મંત્રી અમિત શાહ પાસે સુરક્ષા મામલે જવાબ માગ્યો હતો. તેમજ પ્લેકાર્ડ સાથે સત્તા પક્ષે ભાજપનો વિરોધ કર્યો હતો. હવે વિપક્ષના મોટાભાગના સાંસદોને સસ્પેન્ડ કરવાથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ બિલ કે પ્રસ્તાવ લાવવામાં આવે તો તે કોઈ વિરોધ કે ચર્ચા વગર પસાર કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે આજે સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ જંતર મંતર મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી તથા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી સાંસદો હાજર રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, જે યુવાનો સંસદમાં ઘૂસી આવ્યા તે કેમ આવ્યા? કેમ કે દેશના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. દેશ બેરોજગારીથી પીડાય છે. જે સાંસદો કે જે લાખો લોકોનો અવાજ છે તેમણે પણ તમે સંસદની બહાર કાઢી મૂક્યા છે. વધુમાં રાહુલ ગાંધીએ બેરોજગારી વિષે વાત કરતાં કહ્યું કે, આજે દેશનો યુવાન દિવસના સાડા સાત કલાક જેટલો સમય મોબાઈલ પર સોશિયલ મીડિયા પર વિતાવે છે. કેમ કે તેની પાસે કોઈ કામ નથી. તે બેરોજગાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી તમે દેશની જનતાનો અવાજ છીનવી લીધો છે. મીડિયાને પણ આડે હાથ લેતા રાહુલ ગાંધી બોલ્યા કે, આજે મીડિયામાં સાંસદોને સસ્પેન્ડ કરવાની વાતને લઈ કોઈ કવરેજ થઈ રહ્યું નથી. પણ રાહુલ ગાંધી જ્યારે કોઈ વિડીયો ઉતારે છે તે હેડ લાઈન બની જાય છે. રાહુલ ગાંધીએ સરકારને આયનો બતાવતા આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








