નવજીવન ન્યૂઝ. સાણંદ: પોપ્યુલર ગ્રૂપના (Popular Group) જાણીતા બિલ્ડર રમણ પટેલ (Raman Patel) તેમની જમીન પચાવી પાડવાની બાબતને લઈ વિવાદમાં છે. રમણ પટેલે 1500 કરોડથી વધુ રકમની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જમીન પચાવી પાડવાના અસંખ્ય કેસો વચ્ચે રમણ પટેલને સાબરમતી જેલમાં રાખવામા આવ્યા હતા. રમણ પટેલે જામીન માટે હવાતિયાં માર્યા બાદ ઘણા સમયે રમણ પટેલના જામીન મંજૂર થયા હતા. ત્યારે સાણંદમાં (Sanand) રમણ પટેલ સામે વધુ એક જમીન પચાવી પાડવાની (Land Grabbing) ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના રમણ પટેલ અને તે સમયે તેમના ભાગીદારની સામે એક ખેડૂતે વડીલોપાર્જીત જમીન પચાવી પાડવાની ફરિયાદ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સાણંદના ચેખલા ગામે કનુભાઈ પટેલ વડીલોપાર્જીત જમીન ધરાવે છે. જે જમીનનો સર્વે નંબર 738 છે અને જૂનો સર્વે નંબર 327/22 હતો. આ સર્વે નંબરવાળી જમીન વડીલો પાર્જીત હોવા છતાં રમણ પટેલ અને તેમના ભાગીદારોએ 1996માં રમણ પટેલ દ્વારા 52 કંપનીઓના નામે દસ્તાવેજ કરી પચાવી પાડવાની ફરિયાદ છે.
વેચાણ દસ્તાવેજમાં મામલતદાર કચેરી સાણંદના હુકમ નંબર-ટી.એ.સી/ધ-કે/430/61/94/13-01-1994થી નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં ફેરવવા અંગે ખોટા હુકમનો ઉલ્લેખ છે. આ રીતે ખોટા હુકમને સાચા હુકમ તરીકે વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરી ખેડૂતની વડીલોપાર્જીત જમીન કે જે ખરેખર કનુભાઈ જીવાભાઈની છે તેને પચાવી પાડવાનુ કાવતરું રમણ પટેલ અને તેમના ભાગીદારો દ્વારા ઘડવામાં આવ્યું હતું. જે મામલે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે રમણ પટેલની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રમણ પટેલ ઘણા સમયથી જમીન સબંધિત કેસમાં જેલમાં હતા. હાલ જામીન પર છૂટેલા રમણ પટેલ પર વધુ એક ફરિયાદ નોંધાતા રમણ પટેલે ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








