નવજીવન ન્યૂઝ.મહારાષ્ટ્ર: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)તાજેતરમાં સાવરકરનો (Savarkar) ઉલ્લેખ કરતા એક નિવેદન આપ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું સાવરકર નથી હું રાહુલ ગાંધી છું. આ નિવેદનના બાદ રાજકીય આગ ભડકી ઉઠી હતી. જેમાં ભાજપ અને શિવસેનાના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)તેમજ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ખુલીને મેદાને આવ્યા હતા. રાહુલ ગાંધીના નિવેદનને વખોડતા તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર સાવરકરના ફોટો સેટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ આટલે નહીં અટકતા હવે ગૌરવ યાત્રા પણ ભાજપના નેતાઓ દ્વારા યોજવામાં આવશે.
રાહુલ ગાંધીનું તાજેતરમાં જ સંસદ સભ્ય પદ રદ થવાના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. પરંતુ કોંગ્રેસે સતત અદાણી અને મોદીના સબંધો અંગે સવાલ પેદા કરવાનું ચાલુ રાખતા મોદી સરકાર ઘેરાઈ ગઈ છે. એવામાં રાહુલ ગાંધીએ મોદી અટક વીશે કરેલી ટિપ્પણી મામલે માફી માગવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું સાવરકર નથી હું રાહુલ ગાંધી છું. ગાંધી ક્યારેય માફી નથી માગતા અને આ નિવેદને ભાજપને રાહુલ પર પ્રહાર કરવાનો મોકો આપી દીધો છે.
આ તકે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને તેમના સહયોગીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટના ડી.પી. બદલી સાવરકરના ફોટો રાખી દેવામાં આવ્યા હતા. ઉપરાંત આ ટિપ્પણીના જવાબમાં 30 માર્ચના રોજ મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીને સાવરકર મામલે આડેહાથ લેતા મહારાષ્ટ્રના ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું હતું કે, તેઓ સાવરકર બની નહીં શકે અને ગાંધી પણ નથી તેઓ અરાજકતાની ગંદકી ફેલાવી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધી નથી પણ રાહુલ ગંદકી છે જે દેશને અરાજકતા તરફ લઈ જઈ રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








