Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadહાટકેશ્વર બ્રિજ મુદ્દે AMC કમિશનરે તપાસ કમિટીની કરી રચના, 15 એપ્રિલ સોંપશે...

હાટકેશ્વર બ્રિજ મુદ્દે AMC કમિશનરે તપાસ કમિટીની કરી રચના, 15 એપ્રિલ સોંપશે રિપોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં ભ્રષ્ટાચારનો અડ્ડો અને સત્તાપક્ષના ગળાના હાડકાં સમાન બનેલા હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge) મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ તપાસ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) કમિશનર એમ. થેન્નારસન (Commissioner M. Thennarasan)દ્વારા બ્રિજ અંગે તપાસ કમિટીની રચના આવી છે. જે કમિટિ 15 એપ્રિલ સુધીમાં બ્રિજ મામલે રિપોર્ટ રજૂ કરશે.

પૂર્વ અમદાવાદમાં હાટકેશ્વર અને CTMને જોડતો છત્રપિત શિવાજી બ્રિજની હાલત ખૂબ જ દયનીય બની છે. બ્રિજમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના પુરાવા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2017માં 40 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્ઘારા બ્રિજનું નવનિર્માણ કરવામાં આવ્યુ હતું. જોકે 5 વર્ષમાં બે વખત ગાબડા પડવાની ઘટનાઓ બનતા બ્રિજ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી, હાલ હાટકેશ્વર બ્રિજને લઈ ભારે ઘમાસાણ પણ ચાલી રહ્યું છે જેને લઇ સત્તાપક્ષ ભાજપ ભીંસમાં મુકાયુ છે.

- Advertisement -

ટેસ્ટ અને રિપોર્ટ અંગે કાર્યવાહી

AMC કમિશનરે હાકેશ્વર બ્રિજ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બ્રિજ એકસપર્ટ, સ્ટ્રેંધન એકસપર્ટ અને રૂડકીના અધિકારીઓનો પણ સમાવેશ કર્યો છે. આ કમિટીમાં સમગ્ર બ્રિજની તપાસ કરી 15 એપ્રિલ સુધીમાં રિપોર્ટ તૈયાર કરી તંત્રને સુપરત કરશે. જેમાં બ્રિજનું રિનોવેશન કરવું કે તોડી પાડવો તે અંગે 15 એપ્રિલ રિપોર્ટ આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે, હાટકેશ્વર બ્રિજનું કોન્ટ્રાક્ટ મહેસાણાની અજય ઇન્ફ્રાસ્કટ્રકચર નામની કંપનીને મળ્યો હતો. અમદાવાદમાં 16થી વધુ બ્રિજ આ કંપની બનાવી ચૂકી છે, હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તા કામગીરી સામે આવતા કોન્ટ્રકટર અને અધિકારીઓને સામે પણ કાર્યવાહી તખ્તો તૈયાર કરાયો છે. અને રિપોર્ટ આવ્યા ગયા બાદ તે જ કોન્ટ્રકટર પાસેથી નવેસરથી કામ કરવા કે પછી તેની પાસેથી નાણાં વસૂલાત કરાય તે તો હવે આગામી સમય જ બતાવશે.

હાટકેશ્વર બ્રિજનો મુદ્દો છેક વિધાનસભા ગૃહ સુધી ચાગ્યો હતો. રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સફાળા જાગ્યા હતા અને હાટકેશ્વર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જોકે આ બબાતે રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ દ્ગારા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મુદ્દે આક્ષેપો કરતા જણાવ્યુ હતું કે, અત્યાર સુધી કોન્ટ્રાક્ટરે કે જે તે જવાબદાર અધિકારીઓ સામે પગલામાં લેવામાં આવ્યા નથી. તેમને નોટિસ પણ ફટકારવામાં આવી નથી અગાઉ પણ અજય ઈન્ફ્રાસ્કટ્રચર પાસેથી કરોડો રૂપિયાની પેનલ્ટી કોર્પોરેશનને વસૂલી છે. આમ છતાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાના બદલે તેને જ કોન્ટ્રાક્ટ આપી આર્થિક ફાયદો કરવામાં આવી રહ્યો છે. કાર્યવાહીના બદલે તંત્ર અને સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યાં છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular