નવજીવન ન્યૂઝ. જલંધરઃ પંજાબના જલંધરમાં સોમવારે સાંજે એક કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા યુવકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે સ્ટેડિયમમાં રમાઈ રહેલી કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ઘણી ગોળીઓ વાગી હતી. આ જોઈને દર્શકોમાં નાસભાગ મચી ગઈ હતી. કોઈ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા.. હુમલાખોરોએ તેના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ છે, અને ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે કબડ્ડી ખેલાડી પર હુમલો કરનારાઓમાં લગભગ 12 લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
તે જ સમયે સ્થળ પર હાજર લોકોએ તાકીદે ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં હોસ્પિટલ લઈ ગયા. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે રસ્તામાં જ તેનું મોત થયું હતું. બીજી તરફ માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પંજાબ: કબડ્ડીના આંતરરાષ્ટ્રીય ખેલાડી પર ચાલુ મેચમાં અંધાધૂંધ ગોળીબાર pic.twitter.com/OFyRELgOk2
— Navajivan News (@NavajivanNews) March 15, 2022
![]() |
![]() |
![]() |











