Tuesday, May 5, 2026
HomeGujaratપોરબંદરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ: 12 વર્ષના કિશોર સામે ગુનો નોંધાયો,...

પોરબંદરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ: 12 વર્ષના કિશોર સામે ગુનો નોંધાયો, વિસ્તારમાં આક્રોશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પોરબંદરઃ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી એક ગંભીર ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનો આરોપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આવેલા રહેણાંક વિસ્તારમાં બની હતી. ભોગ બનેલી બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા કિશોરે તેને લઇ જઈ આ કૃત્ય કર્યું હોવાનો આરોપ છે.

- Advertisement -

ઘટના બાદ બાળકીની તબિયત લથડતા પરિવારને શંકા થઈ અને ત્યારબાદ સમગ્ર મામલો બહાર આવ્યો. પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતાં ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું છે કે બાળકી ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર અને મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી તેના વિરુદ્ધ ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ ચાલી રહી છે. બાળકીના પરિવારને ન્યાય મળે તે માટે તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular