Tuesday, April 21, 2026
HomeGujaratSuratગુજરાતમાં હવે વ્યાજખોરોની ખેર નથી, આવતી કાલથી ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજશે

ગુજરાતમાં હવે વ્યાજખોરોની ખેર નથી, આવતી કાલથી ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાત સરકારે (Government of Gujarat)હવે પઠાણી ઉધરાણી કરતાં વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી (Harsh Sanghavi)ના આજે જન્મદિન નિમિતે તેમણે મહત્વના નિવેદન આપ્યા હતા. આજે તેમના જન્મદિન નિમિતે સુરત(Surat)માં અનેક જગ્યાએ કાર્યક્રમ યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહિમ પર નિવેદન આપ્યા હતા. સુરત પોલીસ(Surat Police)દ્વારા જે પ્રકારે ગેરકાદે વસુલી કરતાં વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવી છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ આ પ્રકારનું મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે.

Senior Police Officers hold Lok Darbar
Senior Police Officers hold Lok Darbar

સુરતના અલથાણ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસના નિમેતે યોજાયેલા સામાજિક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં ગેરકાયદે ઉધરાણી કરતા વ્યાજખોરો સામેની પોલીસની મુહિમ અને ઉતરાયણમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સામેની પોલીસની મુહિમ વિશે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે જ પ્રકારે હવે ગુજરાતમાં પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મુહિમ શરૂ કરવામાં આવશે, આવતીકાલથી એક સપ્તાહ સુધી રાજ્યના તમામ સિનિયર પોલીસ અધિકારી લોકોની વચ્ચે જશે અને લોકદરબારનું આયોજન કરશે, વ્યાજખોરના ત્રાસથી મુક્ત થવા સમજાવશે અને લોકોની સમસ્યા ધ્યાનમાં લઈને તેનું નિરાકરણ કરવામાં આવશે, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો મળતા સુરત પોલીસ કમિશ્નર દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત વ્યાજખોરો સામે સામૂહિક પગલા ભરવા સાથેની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને સામાન્ય જનતાની આર્થિક મજબુરીનો ફાયદો ઉઠાડી ગેરકાયદેસર ઊંચા વ્યાજદરે વ્યાજનો ધંધો કરી રહ્યા છે, સાથે જ લોકોને પરેશાન કરે છે. જેથી કેટલાક લોકો આવા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા સુધીનું પગલું ભરે છે. આ પ્રકારની અનેક ફરિયાદ મળતા સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી, પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ જેથી હવે સુરત પોલીસનું આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોના વધતા જતાં ત્રાસ સામે એક અઠવાડિયા પહેલા ઉચ્ચ પોલીસ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે રીતે વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસ સામે ગુજરાતની સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ આવા વ્યાજખોરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં આ એક મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યાજખોરના ત્રાસને સહન કરવામાં આવશે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular