નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈકાલે એક ફ્લેટના પાર્કિંગમાંથી બિનવારસી કારમાંથી મોટી સંખ્યામાંથી હથિયારો (Weapons) અને કારતૂસો મળી આવ્યા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગાંધીનગરમાં આવવાના છે. તેમની મુલાકત પહેલા હથિયારો મળી આવતા ખળભળાટ મચ્યો હતો. ત્યારે આ કેસમાં પોલીસને સફળતા મળી છે અને અમદાવાદથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ફ્લેટના બેઝમેન્ટમાંથી મળી બીનવારસી હથિયાર ભરેલી કાર
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં એક બીનવારસી કાર પડી હોવાનું સોસાયટીના રહીશોના ધ્યાને આવ્યું હતું. ઘણો સમયવીતી જવા છતાં કારનો માલિક કારને લેવા ન આવતા સોસાયટીના ચેરમેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢીને કારની તલાસી લેતા કારની ડેકીમાંથી એક થેલો મળી આવ્યો હતો. જેમાંથી પોલીસને 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા અને 300 જેટલા કારતૂસ મળી આવ્યા હતા.

બીનવારસી કારમાંથી મળેલા હથિયારો અંગે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કારનો ગાડી નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતાં ગાડીનો રજિસ્ટ્રેશન નંબર MP09CR4165 હોવાનું અને કારનો માલિક સુરજીતસિંહ વિજયસિંહ હોવાનું સામે આવ્યું હતું. જેથી કાર માલીકને બોલાવી કાર અંગે પુછપરછ કરતાં આ કાર તેની નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર અંગે વધુ તપાસ કરતાં હ્યુન્ડાઈ સર્વિસ સેન્ટરમાં જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિ દ્વારા કારને સર્વિસ કરાવી હોવાનો પુરાવો મળ્યો હતો સાથે જ કારમાંથી પોલીસને એક ધર્માદા સ્લીપ મળી હતી જેમાં જીતેન્દ્રનું નામ લખેલું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં નબીરાએ રોફ જમવાવા કાર પર લખ્યું MLA Gujarat, આખા પરિવારમાં કોઈ MLA ન હતું
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને ગાંધીનગર પોલીસ વડાએ LCB, SOG અને ઈન્ફોસીટી પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન જીતેન્દ્ર પટેલને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જીતેન્દ્ર પટેલ પર અગાઉ ત્રણ હત્યાના ગુના, એક અપહરણનો ગુનો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા હથિયાર સાથે એક-એક વાર ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, જીતેન્દ્ર પટેલ હત્યાના ગુનામાં વર્ષ 2016માં સાબરમતી જેલમાં હતો તે દરમિયાન તે રાજુભાવના સંપર્કમાં આવ્યો હતો. તેના સંપર્કથી આ હથિયાર મધ્યપ્રદેશથી વર્ષ 2019માં ખરીદ્યા હતા. જે હથિયારો સરગાસણના એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં એક કારમાં મુકવામાં આવ્યા હતા. આ હથિયારો શા માટે આરોપીએ લીધા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








