નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) એક બીનવારસી કારમાંથી પોલીસને મોટી સંખ્યમાં હથિયાર (Weapons) અને કારતૂસ મળી આવ્યા છે. ગાંધીનગરમાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મુલાકાતે આવવાના છે. પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા હથિયારો મળી આવતા અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. હથિયારોથી ભરેલી બીનવારસી કાર મળી આવતા પોલીસ (Gandhinagar Police) તંત્ર પણ દોડતું થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી એક બીનવારસી કાર પડી રહી હતી. જે બાબતનું ધ્યાન ફ્લેટના રહીશોને થતાં સોસાયટીના ચેરમેનને કાર અંગે જાણ કરવામાં આવી હતી. પહેલા તો ફ્લેટના રહીશોએ કાર માલીક કાર લેવા માટે આવશે તેની પ્રતિક્ષા કરી હતી. પરંતું લાંબા સમય સુધી કારને કોઈ લેવા માટે ન આવતા, આ શંકાસ્પદ કાર અંગે ફ્લેટના રહીશોએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને જાણકારી આપતા ઈન્ફોસીટી પોલીસનો કાફલો ફ્લેટ પર દોડી આવ્યો હતો.
પોલીસે ક્રેનની મદદથી શંકાસ્પદ કારને બેઝમેન્ટમાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ કારની તલાસી લેતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કારણ કે કારમાંથી પોલીસને બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. શંકાસ્પદ હ્યુન્ડાઈ વર્ના કારનો નંબર GJ01 RJ 5702 પણ ડમી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ પોલીસે કારના માલિકને સોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે સાથે જ આ હથિયાર કોણ લાવ્યું હતું, તેના શું ઉપયોગ કરવાનો હતો, હથિયાર કોની પાસે મગાવામાં આવ્યા હતા અને આ હથિયાર ફ્લેટના બેઝમેન્ટમાં કેમ રાખવામાં આવ્યા હતા. આ તમામ સવાલના જવાબો મેળવવા માટે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરની મુલાકાતે આવવાના છે. તેમની આગમન પહેલા જ ગાંધીનગરમાંથી બીનવારસી કારમાંથી મોટી સંખ્યમાં હથિયાર મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








