Sunday, April 19, 2026
HomeGeneral"તમિલને હિંદીની જેમ સત્તાવાર ભાષા બનાવો": PM મોદી સાથે મંચ પર હાજર...

“તમિલને હિંદીની જેમ સત્તાવાર ભાષા બનાવો”: PM મોદી સાથે મંચ પર હાજર સ્ટાલિન બોલ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે જ હિન્દીની જેમ તમિલ ભાષાને સત્તાવાર ભાષા બનાવવાની માગ કરી છે. સીએમએ કહ્યું કે તમિલને હિંદીની જેમ જ સત્તાવાર ભાષા અને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં પણ ઓફિશ્યલ ભાષા બનાવવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રૂ. 31,000 કરોડથી વધુના ખર્ચના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા તમિલનાડુ પહોંચ્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં રેલવે, પેટ્રોલિયમ, આવાસ અને રસ્તા જેવા મોટા માળખાકીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુ આવવું હંમેશા શાનદાર રહ્યું છે. આ રાજ્યની પ્રજા, સંસ્કૃતિ અને ભાષા બેજોડ છે. વડાપ્રધાને કહ્યું કે તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે. ચેન્નાઈથી લઈને કેનેડા સુધી, મદુરાઈથી મલેશિયા સુધી, કનામક્કલથી ન્યૂયોર્ક સુધી, સાલેમથી દક્ષિણ આફ્રિકા સુધી, પોંગલ અને પુથાંડુના પ્રસંગો ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

- Advertisement -




વડાપ્રધાને કહ્યું કે તાજેતરમાં જ મારા નિવાસસ્થાને મેં ભારતીય બહેરા ઓલિમ્પિક ટુકડીનું આયોજન કર્યું હતું. તમે જાણતા જ હશો કે આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હતું પરંતુ અમે જીતેલા 16 મેડલમાંથી 6 મેડલ તમિલનાડુના યુવાનોએ જીત્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular