Monday, June 1, 2026
HomeGeneralઅમદાવાદઃ કંપનીનું 47 લાખનું કરી નાખ્યું અને પછી ગોવા ફરી આવ્યો, i-Phone...

અમદાવાદઃ કંપનીનું 47 લાખનું કરી નાખ્યું અને પછી ગોવા ફરી આવ્યો, i-Phone લીધો, મોજશોખ કર્યા હવે…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં કંપની સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયા ચોરી કરનાર વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી અન્ય શહેરમાં ભગવાની કોશિશ કરી રહ્યો હતો તે જ દરમિયાન C.T.M પાસેના એક્સ્પ્રેસ હાઇવે પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ચોરીના પૈસાથી દિલ્હી અને ગોવા જઈને ફટાણાં મોજ શોખ પણ કરીને આવ્યો હતો.



ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એન આર બ્રહ્મભટ્ટના માર્ગદર્શને કામગીરીમાં જોતરાયેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એન આર બ્રહ્મભટ્ટ પોલીસ સબ ઈન્સ્પેકટ એન.આર.ભરવાડને બાતમી મળી હતી કે, કાગડાપીઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ગુનામાં સંડોવાયેલો આરોપી એક્સ્પ્રેસ હાઇવેથી વડોદરા તરફ ભાગવાની કોશિશમાં ઊભો છે. બાતમીના આધારે તપાસ કરવામાં આવતા મનીષકુમાર શર્મા મળી આવ્યો હતો. જેની અંગજડતી કરતાં 38 લાખની રોકડ કરમ ઉપરાંત એક લેપટોપ,3 મોબાઈલ ફોન, બ્રાન્ડેડ પરફ્યુમ, ચાંદીના 20 બિસ્કિટ, 2 ઇમ્પોટેડ ગોગલ્સ કુલ મળીને 41,5,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

- Advertisement -

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી, અમદાવાદના હિરાભાઈ માર્કેટમાં આવેલા સરોગી સુપર સેલ્સ પ્રા.લીમાં છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. ઓફિસના તમામ પૈસાની લેવડદેવડનું કામ મનીષકુમાર કરતો હતો. તે દરમિયાન તેને પૈસાની જરિયાત પડતાં ગત 13 તારીખે રાત્રિના સમયે કંપનીના લોકરમાં રાખેલા 47 લાખ જેટલી રકમ લઈને નીકળી ગયો હતો. આ પૈસાથી કાંકરીયા ખાતે આવેલા ક્રોમામાંથી એક આઇફોન 13 અને સેમસંગ કી-પેડવાળો મોબાઈલ ફોન, જે.બી.એલના સ્પીકર, રીલાયન્સ ટ્રેન્ડમાંથી કપડાં ખરીદ્યા હતા. ત્યારબાદ આ પૈસાથી ફ્લાઇટમાં દિલ્હી, મુંબઈ અને ગોવા જઈને આવ્યો હતો. ચોરીના પૈસાથી અલગ અલગ હોટલમાં રોકતો અને પોતાના મોજશોખ પૂરા કરતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular