Thursday, April 16, 2026
HomeGujaratગુંડાઓ જેનાથી ડરતા હતા તેવા PI દિપક મિશ્રાનું નિધન

ગુંડાઓ જેનાથી ડરતા હતા તેવા PI દિપક મિશ્રાનું નિધન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃભાવનગરના મહિલા પોલીસ મથકમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવનારા દિપક મિશ્રાનું અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. માત્ર 38 વર્ષના યુવાન ઈન્સપેક્ટર હતા.

38 વર્ષની યુવા વયે દિપક મિશ્રાના નિધનના સમાચારથી પોલીસ બેડામાં પણ શોકની લાગણી છે. દિપક મિશ્રાના ઘણા વીડિયો આપે પણ જોયા હશે જેમાં તેઓ ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢતા હતા. જેના કારણે ગુંડાઓ પણ તેમના નામથી ડરતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. પહેલા તેમને સારવાર માટે ભાવનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પંદર દિવસની સારવાર દરમિયાન તેમની હાલત વધુ લથડતાં તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમને સારવાર કારગર નહીં નિવડી અને તેમનું સોમવારે અવસાન થયું છે.


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular