Friday, September 22, 2023
HomeGujaratGir Somnathવેરાવળમાં સારવાર માટે આવેલ દર્દીના પરિવારનો ડોકટર દંપતી પર હુમલો

વેરાવળમાં સારવાર માટે આવેલ દર્દીના પરિવારનો ડોકટર દંપતી પર હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: Gir Somnath News: છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે લોકોની માસિકતા કેટલી હિંસક થઈ ગઈ છે. સામાન્ય બાબતોમાં લોકો એકબીજા પર હુમલો કરી દેતા હોય છે. આવી જ રીતે વેરાવળમાં (Veraval) એક ડોક્ટર દંપતી ઉપર હુમલો (Attack on Doctor) કરવાની ઘટના સામે આવી છે. એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ એક બાળકને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું, પરંતુ બીજી હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ બાળકનું મૃત્યુ થઈ જતાં બાળકના માતા-પિતા ઉશ્કેરાયા હતા અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર દંપતી ઉપર હુમલો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે સારવાર કરતાં પહેલા જ મોટી હોસ્પિટલમાં બાળકને લઈ જવાની સલાહ આપી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ગત 27 તારીખે ડૉ. રમાવતના ક્લિનિકમાં રમેશ પરમાર, તેમના પત્ની અને સગાસંબંધીઓ 12 વર્ષીય ચિરાગને સાર્વવર માટે લઈને આવ્યા હતા. આ અગાઉ તેમણે જે હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, તે હોસ્પિટલમાં ચિરાગને એપેન્ડીક્સની તકલીફ હોવાનું જણાવી સારવાર કરી હતી. પરંતુ ચિરાગની તબિયત વધુ ખરાબ થતાં તેના માતા-પિતા સારવાર માટે ડૉ. રમાવતના ક્લિનિક પર આવ્યા હતા.

- Advertisement -

ડૉ. રમાવતે બાળકની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ તપાસતા જણાવ્યું હતું કે, બાળકને એપેન્ડીક્સની તકલીફ નથી, તેને મગજમાં તાવ છે. જો તમારે સારવાર માટે જુનાગઢ કે રાજકોટ જવું હોય તો જઈ શકો છો. પરંતુ બાળકના પિતાએ ડૉ. રમાવતના ક્લિનિકમાં જ સારવાર ચાલુ રાખવા જણાવ્યું હતું. સારવાર દરમિયાન અન્ય નિષ્ણાત ડોક્ટર્સને પણ બોલાવવામાં આવ્યા હતા અને બાળકને કમરના ભાગથી મગજમાં પાણી ભરાયું હોવાનું નિદાન કરવામાં આયુ હતું અને તેની સારવાર કરીને પાણી ખેંચવામાં પણ આવ્યું હતું.

પરંતુ બે દિવસની સારવાર બાદ બાળકની તબિયત લથડતા તેને ICU એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ લઈ જવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે બાળકના પિતા રમેશ પરમાર અને તેમના પત્ની ઉશ્કેરાયા હતા અને ડૉ. રમાવતના ક્લિનિક પર જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારવા દોડ્યા હતા, આ દરમિયાન ડૉ. રમાવતના પત્ની અર્ચના વચ્ચે પડતાં રમેશની પત્નીએ અર્ચનાબેન સાથે ઝપાઝપી કરી હતી ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના ક્લિનિકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ડૉ. રમાવત અને તેમના પત્નીએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં (veraval city police station) ફરિયાદ નોંધાવી હતી.

ઈનપુટ: પરાગ સંગતાણી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular