નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GSEB 12th Result Today: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષાનું પરિણામ (12th Result 2023) આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા જાહેર થયું છે. આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં 13.64 ટકા ઓછું જાહેર થયું છે. વર્ષ 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.12 ટકા પરિણામ આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા 4.77 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. જેનું પરિણામ આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7:30 વાગ્યે જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષ 73.27 ટકા જાહેર થયું છે. આ વર્ષે સૌથી વધુ પરિણામ કચ્છનું 84.59 ટકા સામે આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા સાથે પ્રથમ નંબરે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 36.28 ટકા સાથે દેવગઢબારિયાનું છે.
આ વર્ષના પરિણામમાં છોકરાઓને પછાડીને છોકરીઓ આગળ નીકળી ગઈ છે. આ વર્ષે છોકરાઓનું પરિણામ 67.03 ટકા, જ્યારે છોકરીઓનું પરિણામ 80.39 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે છોકરાઓ કરતાં છોકરીઓ 13.36 ટકા આગળ નીકળી ગઈ છે. ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 હતી, જ્યારે આ વર્ષે માત્ર 311 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગત વર્ષે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા માત્ર 1 હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા 44 થઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796