Sunday, July 13, 2025
HomeGeneralદ્વારકા જવાનો પ્લાનીંગ હોય તો જાણી લો સમાચાર, શિવરાજપુર બીચ પર હશે...

દ્વારકા જવાનો પ્લાનીંગ હોય તો જાણી લો સમાચાર, શિવરાજપુર બીચ પર હશે આ કડક નિયમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ હાલ રાજ્યમાં આકરી ગરમીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બાળકોનું ઉનાળુ વેકેશન પણ પુરુ થવાનો સમય આવ્યો છે. જેથી મોટા ભાગના પરિવાર બાળકો સાથે ગરમીમાં રાહત મેળવા માટે દરિયા પટ્ટીમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે હાલ વેકેશનમાં દ્વારકામાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જોકે તમે પણ દ્વારકા (Dwarka) જઈને શીવરાજપુર બીચ (Shivrajpur Beach) પર આનંદ માણવાનો પ્લાન બનાવ્યો હોય તો ટાળી દેજો નહીંતર ત્યાં જઈને દરિયાની મજા લેવા નહીં મળે.

દ્વારકાના શિવરાજપુર બીચને લઈને દ્વારકા કલેક્ટર (Dwarka Collector) દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી 1જૂનથી 31 ઓગ્સટ સુધી શિવરાજપુર બીચ પર સ્નાન કરવાની મનાઈ ફરમાવામાં આવી છે. આ અંગેનું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્રણ મહિના સુધી શિવરાજપુર બીચના 5 કિલોમીટર વિસ્તારમાં ન્હાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ બધીજ એક્ટિવિટી પણ બંધ રહેશે. ચોમાસાના કારણે દરિયો તોફાની હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

દ્વારકાના કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાં જણાવ્યું છે કે, દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આગામી જૂન મહિનાથી ચોમાસાની સિઝનની શરૂઆત થવાની છે. આ દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે અને દરિયામાં જોરદાર પ્રવાહના કારણે ન્હાવું કે સ્વિમિંગ કરવું જોખમી હોય છે. જેથી આ સમયગાળા દરમિયાન બીચમાં ન્હાવા કે સ્વિમિંગ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શિવરાજપુર બીચના લાઈટ હાઉસથી ખાડી 2ના પોઈન્ટ સુધીના 5 કિલોમીટર ખાતે આવતા તમામ પ્રવાસીઓને અને સ્થાનિક લોકોને ન્હાવા કે સ્વિમિંગ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયામાં ન્હાવા જશે તો તેની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular