Thursday, April 16, 2026
HomeGeneralઅદાણી ગુજરાત સમાચાર ખરીદી રહ્યું નથી તેવી સ્પષ્ટતા રિલાયન્સ ગ્રૂપના પરિમલ નથવાણીએ...

અદાણી ગુજરાત સમાચાર ખરીદી રહ્યું નથી તેવી સ્પષ્ટતા રિલાયન્સ ગ્રૂપના પરિમલ નથવાણીએ કરી

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અદાણી જૂથ અખબારી દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે તેવી લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અદાણી જૂથ નવગુજરાત સમય અને ગુજરાત સમાચાર પૈકી એક અખબાર ટેક ઓવર કરી રહ્યું છે તેવા સમાચારો હતા, પરંતુ રિલાયન્સ ગ્રૂપના પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને અદાણી જૂથ ગુજરાત સમાચાર ટેક ઓવર કરી રહ્યું નથી તેવી સ્પષ્ટતા કરી છે. જોકે આશ્ચર્ય એ બાબતનો છે કે અદાણી જૂથ અને ગુજરાત સમાચાર ની આ વાતનું ખંડન પરિમલ નથવાણી કેમ કરી રહ્યા છે!



અદાણી જૂથ સમુહમાધ્યમ માં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં તેમનો પ્રવેશ થઈ રહ્યો છે તેવી ચર્ચા છેલ્લા મહિનાઓથી ચાલી રહી હતી જોકે નવગુજરાત સમયના મેનેજમેન્ટ દ્વારા પોતાના સ્ટાફને આ અફવા હોવાનું જણાવી દેવાયું હતું. આમ છતાં વિવિધ માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં પણ આ પ્રકારના સમાચાર વહેતા થયા હતા. જોકે હવે રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત સમાચાર અદાણી જૂથ લઇ રહ્યું છે તે સમાચાર પાયાવિહોણા છે જુઓ ટ્વીટ.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular