નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના દિવસો નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આપમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને આપમાં એન્ટ્રી મારી રહ્યા છે. બંને નેતાઓ આપના કાર્યાલય પર પહોંચી ગયા છે. બંને નેતાઓ આપ કાર્યાલય પર પહોંચતા ઇસુદન ગઢવીએ ફૂલ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ દ્વારા બંને નેતાઓના મનામણાં કરવાના ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ તમામ પ્રયત્ન નિષ્ફળ સાબિત હતા છે.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુને શક્તિસિંહ ગોહિલના ખૂબ નજીકના નેતા ગણવામાં આવે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થવાની શક્યતાના કારણે બંને નેતાઓને મન દુખ થયું હોવાની પણ ચર્ચા લોકમુખે થઈ રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











