Thursday, April 16, 2026
HomeGeneralપોતાનો હક માગવા શિક્ષકોએ હાઇકોર્ટમા જવું પડ્યું, કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી

પોતાનો હક માગવા શિક્ષકોએ હાઇકોર્ટમા જવું પડ્યું, કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકો જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે જૂની પેન્શન યોજનામાં છેલ્લા 20 વર્ષથી લાભ ન મળ્યો હોય તેવા 4 શિક્ષકોએ હાઇકોર્ટમા 20 વર્ષથી પેન્શન જે લાભ મળવો જોઈએ તે ન મળ્યો હોવાને કારણે પિટિશન કરી હતી જેમાં હાઈકોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.



જે શિક્ષકોએ કોર્ટમાં અરજી કરી હતી તેમની ઉંમર અત્યારે 80 વર્ષ છે. 1994માં સરકારે કરેલા ઠરાવ મુજબ શિક્ષકોને પગારપંચનો લાભ આપવામાં આવ્યો હતો, પરંતુ આ 4 શિક્ષકોને તેમાંથી બાકાત રાખવામા આવ્યા હતા. તેમનું કહેવું છે કે તેમની નિવૃત્તિની તારીખોની ખોટી ગણતરી કરવામાં આવી હતી જેના કારણે તેમને લાભ આપ્યો નથી. આ અંગે તેમણે સિંગલ જજ સામે અરજી કરી હતી જેના જવાબમાં સરકારે એલપીએ કરી હતી જે અત્યારે કોર્ટમાં પડતર છે.

પોતાના હક માટે ત્યાર બાદ આ શિક્ષકોએ 2019માં હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન કરી હતી. 20 વર્ષ પહેલા નિવૃત્ત તહયેલા આ શિક્ષકોને 2001માં સિંગલ જજે પેન્શનની તફાવતની રકમ ચૂકવી દેવા માટે આદેશ કર્યો હતો જે હજુ સુધી ચૂકવવામાં ન આવતા શિક્ષકોએ હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.



સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યુ હતું કે, “કોર્ટના આદેશનું પાલન હજુ સુધી કેમ થયું નથી? જવાબદાર અધિકારીઓએ સામે ચાર્જફ્રેમ કેમ ન કરવો? શિક્ષકો સમાજને સુધારવનું કામ કરે છે જો તેમણે જ પોતાના હક માટે કોર્ટમાં આવવું પડે તે નહીં ચાલે.” આ દરમિયાન તમામ જવાબદાર અધિકારોને કોર્ટમાં હજાર રાખવામા આવ્યા હતા, તેમણે કોર્ટ પાસે આદેશનું પાલન કરવા માટે 7 દિવસનો સમય માગ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular