Wednesday, July 1, 2026
HomeGeneralપંજાબમાં આમ આદમી પાર્ટીએ સ્પીડ પકડી, CM ચન્ની બે સીટો પર પાછળ

પંજાબમાં આમ આદમી પાર્ટીએ સ્પીડ પકડી, CM ચન્ની બે સીટો પર પાછળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમૃતસર: CM ચરણજીત સિંહ ચન્ની ભદૌડ સીટ અને ચમકૌર સાહિબ સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જો કે અત્યારે સવારે 10 વાગે CM ચન્ની બને સીટ પર પાછળ ચાલી રહ્યા છે. જ્યારે મતગણતરીના શરૂઆતથી જ આપ આગળ ચાલી રહી છે. ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહેલા પંજાબ સહિતના 5 રાજ્યોમાં સવારના આઠ વાગ્યાથી વોટની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટ બેલેટની ગણતરી શરૂકરવામાં કરવામાં આવી રહી છે.



પંજાબમાં મતગણતીની શરૂઆતથી આપ 52, કોંગ્રેસ 37, અકાલી દળ 21, ભાજપ 7 સીટ પર આગળ ચાલી રહ્યા છે. કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. અહીં AAPના ઉમેદવાર અજીત પાલ આગળ ચાલી રહ્યા છે. નવજોત સિદ્ધુ અમૃતસર પૂર્વથી પાછળ છે. CM ચરણજીત સિંહ બે સીટો પરથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે પંજાબના આમ આદમી પાર્ટીના CM ઉમેદવાર ભગવંત માન આગળ ચાલી રહ્યા છે. ઉપરાંત મોહાલી જિલ્લાની ત્રણેય સીટો પર આમ આદમી પાર્ટી શાનદાર પ્રદર્શન કરી રહી છે. બેલેટ પેપરની ગણતરીમાં જિલ્લાની ત્રણેય બેઠકો પર AAPના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ 117 વિધાનસભા સીટો પર વોટિંગ થયું હતું. પંજાબમાં બહુમતી માટે 59 સીટની જરૂર છે. પંજાબના અગાઉના વર્ષોમાં અહીં અકાલી દળ અને કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય બીજેપી-અકાલી ગઠબંધનમાં ફૂટ પડવા અને અમરિંદર સિંહ કોંગ્રેસમાંથી અલગ પડતા આ વખતે સમીકરણો બદલાઈ ગયા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular