Monday, September 9, 2024
HomeGeneralભુજથી જઈ રહ્યા હતા બડવા, મધ્યપ્રદેશના ચાંદપુર પાસે ડ્રાઈવરને ઝોકું આવતા બસ...

ભુજથી જઈ રહ્યા હતા બડવા, મધ્યપ્રદેશના ચાંદપુર પાસે ડ્રાઈવરને ઝોકું આવતા બસ પડી નદીમાં, 3ના મોત 28 ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન.છોટાઉદેપુરઃ છોટાઉદેપુરથી વહેલી સવારે એલીરાજપુર જવા નીકળેલી એક ખાનગી બસ ચાંદપુર પાસે નદીમાં ખાબકી હતી જેમાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં અલીરાજપુરના કલેકટર મનોજ પુષ્પ અને પોલીસ વડા મનોજકુમાર સિંહ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની જવાની હતી ત્યારે અલીરાજપુર ખાતે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનીક હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અલીરાજપુર ખાતે જ્યાં બસ ખાબકી તે ખાડો અંદાજે 15 કે 17 ફૂટ ઊંડો હશે. આ બસ બ્રિજની રેલિંગ તોડી સીધી નીચે ધડાકાભેર પછડાઈ હતી. જેને કાઢવા માટે જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ અકસ્માત લગભગ વહેલી સવારે 5.30થી 6.00 કલાકના અરસામાં બન્યો હતો. જેમાં ડ્રાઈવરને ઝોકું આવતા બસ મેલ ખોદરા નદીના બ્રિજની રેલિંગ તોડી સીધી ખાડામાં ખાબકી હતી. બસમાંથી 35થી વધુ લોકોને બચાવી લેવાયા હતા જેમાંથી 28 વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જોકે આ અકસ્માતમાં 3 વ્યક્તિએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.

- Advertisement -



આ અકસ્માતમાં મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ), મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ) રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા), રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા), અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા), વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી), રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા, ગઢવાલ), બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી), જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા), રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા), સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી), હતરી ગમલા ભિલાલા (ઉ.18), (રહે.દીપાની ચૌકી), જયરામ ભુવાન પચાયા (ઉ. 35), (રહે. પુજારાની ચૌકી), રિછુ જયરામ પચાયા (ઉ. 30), (રહે.પુ જારાની ચૌકી), જગદીશ નોરલા (ઉ. 14), (રહે. મોરઘી આમલી ફળિયા), સુરમા ખાપરિયા (ઉ. 18), (રહે. ભયડિયા ચૌક પોલ ફળિયા), ચિમા પુના ભીલ (ઉ. 14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા), ઝાલી રમેશ ભિલાલ (ઉ. 28), (રહે. દીપાની ચૌકી મેંબર ફળિયા), અર્ચના રમેશ ભિલાલ (ઉ. 01), (રહે. દીપાની ચૌકી), ભાયસિંહ કાલુસિંહ (ઉ. 22), (રહે.ડહી ગંગાપુર), અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ. 30), (રહે.ડ હી ગંગાપુર), અશ્વિન બાદલ (ઉ. 07), (રહે. ડહી ગંગાપુર), સુમારિયા સેતુ ભાબર (ઉ. 50), (રહે. નાની બડવાની), દશરથ જેરામ નિગવાલ (ઉ. 22) (રહે. ઇસડુ વાલપુર), મનુ ભિકલા રાઠવા (ઉ. 22), (રહે. નાનરામપુરા, ગુજરાત), સિંતી મનુ (ઉ. 21), (રહે. નાનરામપુરા, ગુજરાત) અને પ્રવિણ રતીલાલ શાહ (ઉ. 59), (રહે. સુરત, ગુજરાત)નો બચાવ થયો હતો.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular