નવજીવન ન્યૂઝ.પાલનપુરઃ ડીસાના ભીલડી ખાતે ડીસા-રાધનપુર ને.હા. પર સોયલા પુલ પાસે હેવાને એક માનસિક અસ્વસ્થ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના અંગેનો વીડિયો અહીંના કોઈ વ્યક્તિએ ઉતારી લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પોલીસ તપાસમાં આ વીડિયો એક મહિના જુનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ માટે હાલ સીસીટીવી મળી રહ્યા ન હોઈ તપાસમાં આરોપીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી આ ઘટના અંગે પોલીસે શક્ય તેટલું ઝડપી પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર કોલ કરવા અપીલ કરી છે.
ડીસાના ભીલડીમાં શખ્સો ધોળા દિવસે એક મહિલા પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. ગુલાબી કલરનો શર્ટ અને કાળું પેન્ટ પહેરેલો આ શખ્સ દુષ્કર્મ કરતો હોવાનો ત્રીસ સેન્કન્ડનો વીડિયો વાયરલ થયો છે. મહિલા જેની સાથે આ બન્યું તે મહિલામાં આ શખ્સનો પ્રતિકાર કરવાની પણ તાકાત રહી ન્હોતી. આ અંગે ભીલડીના પીએસઆઈ આર જે ચૌધરીનું કહેવું છે કે વીડિયો લગભગ એકાદ મહિના જુનો છે. વીડિયોમાં શખ્સનો ચહેરો યોગ્ય રીતે દેખાતો નથી. પ્રારંભીક રીતે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. હવે જ્યારે આટલો સમય વિતિ ગયો છે ત્યારે સ્થળ પર તપાસ કરતાં સ્થળ પર પણ ઘાસ ઉગી ગયું છે.








