Tuesday, March 17, 2026
HomeGujaratડીસાઃ નિવૃત્ત થયા પછી પણ ભ્રષ્ટાચારની લત છૂટતી નથી, સર્કલ ઓફીસર અને...

ડીસાઃ નિવૃત્ત થયા પછી પણ ભ્રષ્ટાચારની લત છૂટતી નથી, સર્કલ ઓફીસર અને નિવૃત્ત તલાટી 18 હજારની લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડીસા: Deesa ACB Trap: સવારે ઉઠીને સાંજે ઉંઘીએ ત્યાં સુધી આપણે છાપામાં અને મોબાઈલની સ્ક્રીન પર ભ્રષ્ટાચારના અનેક કિસ્સા જોતાં, સાંભળતાં હોઈએ છીએ. તો અધિકારીઓ અને મંત્રીઓના ધ્યાને પણ આવા કિસ્સાઓ આવતાં જ હશે. આવા ભ્રષ્ટ અધિકારીઓ પર લગામ કસવા માટે આપણી પાસે એન્ટિ કરપ્શન બ્યૂરોની વ્યવસ્થા પણ છે. પરંતુ જેને ભ્રષ્ટાચાર કરવો જ છે, તેવા બાબુઓ આ વ્યવસ્થાને ઘોળીને પી જતાં હોય છે. આવો જ એક કિસ્સો આજે ડીસાની (Deesa) મામલતદાર કચેરીમાંથી બહાર આવ્યો છે. ડીસાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર અને ‘વચેટિયા’ નિવૃત્ત તલાટીને 18 હજારની લાંચ (Bribe) લેતાં પાલનપુર ACBએ રંગેહાથ ઝડપ્યા છે. ઘટનાને પગલે કચેરીમાં થોડીવાર નાસ–ભાગ થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, બનાસકાંઠાનાં (Banaskantha) ડીસામાં એક ખેડૂતને પોતાની જમીનમાં વારસાઈ દાખલ કરવા તેમજ ભાઈઓના ભાગની જમીન અલગ કરીને તથા તેમાં વારસાઈ દાખલ કરવાની હતા. તેમ જ વેચાણ દસ્તાવેજની કાચી નોંધો પડાવીને તેને મંજૂર કરાવવાની હતા. જેને માટે સર્કલ ઓફીસર અને ‘વચેટિયા’ નિવૃત્ત તલાટીએ રૂપિયા અઢાર હજારની લાંચ માગી હતી. આ રકમ ખેડૂત આપી શકે એટલો સક્ષમ ન હતો. તેથી તેણે પાલનપુર ACBના ઇન્સપેક્ટર એન. એ. ચૌધરીનો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

પોલીસ ઇન્સપેક્ટર એન. એ. ચૌધરીએ છટકું ગોઢવીને બંને આરોપીને ઝડપી પાડ્યા છે. સર્કલ ઓફિસર રમેશકુમાર પ્રજાપતિ અને તેની સાથે તેનો ‘વચેટિયો’ દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીની અટકાયત કરવામાં આવી છે. ‘વચેટિયો’ દશરથ પોતે એક નિવૃત્ત તલાટી છે. આરેપીએ ખેડૂતે આપેલી રકમ સ્વિકારતાં ACBએ તેને રંગેહાથ ઝડપી લીધો છે. ACBની રેડના સમાચાર મામલતદાર કચેરીમાં વાયુવેગે પહોચતાં અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular