નવજીવન ન્યૂઝ. મુંબઈ: અવાર-નવાર સોશિયલ મીડિયામાં રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન ઝડપથી પકડવાના ચક્કરમાં થતા અકસ્માતોની ઘટના જોવા મળતી હોય છે. ત્યારે આજરોજ મુંબઈના (Mumbai) સાયણ સ્ટેશન (Sion railway station) પર વધુ એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સામાન્ય બાબતે ઝગડો થતા એક વ્યક્તિ રેલ્વે ટ્રેક પર પટકાતા તેના પરથી ટ્રેન પસાર થઈ જતા કચડાઈ જવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જેના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યા છે, જેના વિચલિત દૃશ્યો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના મધ્ય રેલવેના સાયણ રેલ્વે સ્ટેશન પરની આ ઘટના છે. જ્યાં લોકલ ટ્રેનની રાહ જોઈને ઉભા રહેલા એક દંપતિ સાથે સામાન્ય બાબતે એક અન્ય વ્યક્તિ સાથે ઝગડો થયો હતો. જેના કારણે મહિલાએ તે વ્યક્તિ પર હાથ ઉઠાવ્યો હતો. બાદમાં રોષે ભરાયેલા તેના પતિએ પાછળથી આવી તે વ્યક્તિને જોરથી થપ્પડ મારી હતી. પરંતુ કોઈ કારણસર સંતુલન ગુમાવી બેસતા તે વ્યક્તિ રેલ્વેના ટ્રેક પર પટકાઈ જાય છે. આ ઘટના જોઈને પ્લેટફોર્મ પર ઉભા રહેલા તમામ લોકો એકઠા થઈ જાય છે અને તે વ્યક્તિને બચાવે તે પહેલા જ લોકલ ટ્રેન આવી પહોંચે છે અને પળભરમાં તે વ્યક્તિ પરથી પસાર થાય છે. ટ્રેન નીચે કચડાઈ જવાના કારણે તે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
આ સમગ્ર ઘટના રેલ્વે પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેના ફુટેજ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના 13 ઑગષ્ટના રોજ બની હતી. પરંતુ તેના CCTV ફુટેજ આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે રેલ્વે પોલીસે હત્યાના આરોપસર તે દંપતિની ઘરપકડ કરીને આગળની તપાસના પણ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








