જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : અરવલ્લીના ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનાના પડઘા હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યા. સમસ્ત સમાજ દ્વારા અપાયેલા બંધના એલાનને બીજા દિવસે શનિવારે પણ અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. ભિલોડા, શામળાજી, મેઘરજ અને વિજયનગર જેવા વિસ્તારોમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સદંતર બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
સતત બીજા દિવસે સન્નાટો, પોલીસનો લોખંડી બંદોબસ્ત
વિદ્યાર્થી દીપક બરંડા પર થયેલા હુમલાના વિરોધમાં ભિલોડા તાલુકા મથક આજે પણ સૂમસામ જોવા મળ્યું હતું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા ભિલોડામાં પોલીસનો મસમોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આદિવાસી સમાજના વિદ્યાર્થી પર થયેલા અન્યાય સામે માત્ર ભિલોડા જ નહીં, પરંતુ સમગ્ર પંથક એકજૂથ થયો છે. શનિવારે પણ વેપારીઓએ પોતાની સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી હતી. મેઘરજ અને વિજયનગર જેવા વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી હતી. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

પોલીસે હાલમાં ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે. દેવાંગ બારોટની ધરપકડ બાદ હવે સમાજની માંગ છે કે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ સંચાલક વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








